Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 75

background image
: ૨૦ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
અજ્ઞાનીની માફક મોહિત કેમ થાય છે? ત્રિલોકનાથ તીર્થંકરદેવનું શરીર પણ કર્મોદ્વારા
ઉપજેલું હોવાથી સ્થાયી નથી, માટે જ વિદ્વાનો તેને હેય સમજે છે. જે ભગવાન પહેલાં
આંખોવડે દેખાતા હતા તે હવે હૃદયમાં બિરાજી રહ્યા છે, તો એમાં શોક કરવા જેવું શું
છે? તું પોતાના ચિત્તમાં ધ્યાનવડે સદા એને દેખ્યા કર. યથાર્થ વસ્તુસ્વરૂપને ચિન્તવીને
નિર્મળજ્ઞાનજળ વડે તું આ શોકાગ્નિને બુઝાવ.
આ પ્રમાણે ઋષભસેનગણધરના પરમ ઉપદેશથી ભરતનું મન અતિશય શાન્ત
થયું; ચિન્તા છોડીને તેણે ગણધરદેવના ચરણોમાં ભક્તિથી નમસ્કાર કર્યા, ને
સંસારભોગથી તૃષ્ણાથી વિરક્ત થતો તથા મોક્ષને માટે ઉત્સુક થતો તે અયોધ્યાનગરીમાં
પાછો આવ્યો.
કોઈ એક દિવસે દર્પણમાં જોતાં, ભગવાન ઋષભદેવના મોક્ષદૂત સમાન સફેદ
વાળને દેખીને ભરતજી વૈરાગી થયા...રાજલક્ષ્મીને તૃણવત છોડીને અગમ્ય એવા
મોક્ષમાર્ગમાં ગમન કર્યું. દીક્ષા લીધી કે તરત તેને મનઃપર્યયજ્ઞાન પ્રગટ્યું, અને
ત્યારબાદ તરત જ કેવળજ્ઞાન પ્રગટ થયું. જે ભરત પહેલાં રાજાઓ વડે પૂજિત હતા તે
હવે ઈન્દ્રોવડે પણ પૂજિત બન્યા, ને ત્રણલોકના સ્વામી થયા. મુનિવરોને જે પરિચિત છે
એવા એ ભરતકેવળીએ સમસ્ત દેશમાં વિહાર કરીને દિવ્યધ્વનિવડે જગતનું કલ્યાણ
કર્યું. પછી યોગનિરોધ કરીને, જેમાં શરીરબંધન છૂટી ગયા છે ને સારભૂત સમ્યક્ત્વાદિ
અનંત ગુણોની મૂર્તિ જ રહી ગઈ છે તથા જે અનંત સુખનો ભંડાર છે–એવા
આત્મધામમાં તે ભરતેશ્વર સ્થિર થયા. ને જ્યાં ભગવાન ઋષભદેવ બિરાજે છે એવા
સિદ્ધાલયમાં જઈને બિરાજ્યા.
સિદ્ધાલયસ્થિત એ સિદ્ધપ્રભુને નમસ્કાર હો.
ભગવાન ઋષભદેવની સેવા કરનારા સૌનું કલ્યાણ થાઓ. તીર્થંકરોમાં જેઓ
પ્રથમ હતા, પ્રથમ ચક્રવર્તીના જેઓ પિતા હતા, મોક્ષનો મહાન માર્ગ જેમણે સાક્ષાત્
જોયો હતો, ને દિવ્યધ્વનિવડે જેમણે આ ભરતક્ષેત્રમાં મોક્ષમાર્ગ વહેતો કર્યો હતો–એવા
ભગવાન ઋષભદેવ અમને મોક્ષરૂપી ઉત્કૃષ્ટ આત્મ–સિદ્ધિ પ્રદાન કરો. જગતનું મંગલ
કરો.
जय ऋषभदेव...........जय आदिनाथ