વર્ષમાં આ ચોથો બ્રહ્મચર્ય–અંક પ્રસિદ્ધ થાય છે ત્યારે
એ અઢાર વર્ષના ઉત્તમ પ્રસંગો આજે ફરીને તાજા
થાય છે. પૂ. ગુરુદેવનો અધ્યાત્મઉપદેશ અને પૂ.
ધર્મમાતાઓની વાત્સલ્યઝરતી છાયા જિજ્ઞાસુઓના
જીવનમાં જ્ઞાન–વૈરાગ્યનું કેવું અદ્ભુત સીંચન કરી
રહ્યા છે, અને તેમના પ્રતાપથી જિજ્ઞાસુઓ કેવા
ઉત્સાહથી હિતમાર્ગની પ્રેરણા મેળવી રહ્યા છે! તે
વાતને આવા ઉત્તમ પ્રસંગો અત્યંત પ્રસિદ્ધ કરી રહ્યા
છે. જ્ઞાનીજનોના સંગમાં વસતાં જીવનમાં જ્ઞાન
વૈરાગ્યની પુષ્ટી થયા જ કરે છે. આવા ધર્માત્માને
દેખતાં મુમુક્ષુહૃદયમાં અનેરો હર્ષ ઉલ્લસે છે. આ
વિશેષઅંક દ્વારા પરમઉપકારી સન્તો પ્રત્યે ભક્તિભરી
ઉપકાર–અંજલિ અર્પણ કરીએ છીએ.