: પ૨ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
–તે પવિત્ર સ્ત્રી જગતને શોભાવે છે
સ્ત્રી અનેક દોષોના કારણરૂપ છે, તેથી સ્ત્રીસંસર્ગનો નિષેધ કર્યો છે. એ પ્રમાણે
સંસારથી વિરક્ત સંયમી મુનિવરોએ સ્ત્રીઓને દુષિત બતાવી છે, તોપણ એકાન્તપણે
બધી સ્ત્રીઓ દોષયુક્ત જ હોય છે–એમ નથી, પરંતુ તેમનામાં પણ કોઈ પવિત્ર આત્મા
શીલ–સંયમાદિ ગુણોથી અલંકૃત હોય છે, તે પ્રશંસનીય છે.–એમ જ્ઞાનાર્ણવ ગા. પ૬ થી
પ૯ માં બતાવ્યું છે:
ननु सन्ति जीवलोके काश्चित् शम–शील–संयमोपेताः।
निजवंशतिलकभूताः श्रुतसत्यसमन्विता नार्यः।।५७।।
सतीत्वेन महत्त्वेन वृत्तेन विनयेन च।
विवेकेन स्त्रियः काश्चिद् भूषयन्ति धरातलम्।।५८।।
અહો, આ જગતમાં અનેક સ્ત્રીઓ એવી પણ છે કે શમ–શાંતભાવ અને
શીલસંયમથી ભૂષિત છે, તથા પોતાના વંશના તિલક સમાન છે અર્થાત્ પોતાના વંશને
શોભાવે છે અને શાસ્ત્રાભ્યાસ તથા સત્યવચન સહિત છે.
અનેક સ્ત્રીઓ એવી છે કે જે પોતાના સતીત્વથી, મહાનતાથી, સદાચરણથી,
વિનયથી અને વિવેકથી આ પૃથ્વીને શોભાયમાન કરે છે.
निर्विर्ण्णैभवसंक्रमात् श्रुतधरैः एकान्ततो निस्पृहैः
नायों यद्यपि दूषिताः शमधनैः ब्रह्मव्रतालम्बिभिः।
निन्द्यन्ते न तथापि निर्मलयम स्वाध्यायवृत्तांकिता
निर्वेदप्रशमादिपुण्यचरितैः याः शुद्धिभूता भुवि।।५९।।
સંસારભ્રમણથી વિરક્ત, શ્રુતના ધારક, સ્ત્રીઓથી સર્વથા નિસ્પૃહ, અને
ઉપશમભાવ જ જેમનું ધન છે એવા બ્રહ્મવ્રતધારી મુનિવરોએ જોકે સ્ત્રીઓને નિંદ્ય કહી
છે, તોપણ–જે સ્ત્રીઓ પવિત્ર યમ–નિયમ–સ્વાધ્યાય–ચારિત્ર વગેરેથી ભૂષિત છે અને
નિર્વેદ–પ્રશમ (વૈરાગ્ય–ઉપશમ) વગેરે પવિત્ર આચરણવડે શુદ્ધ છે તે સ્ત્રીઓ જગતમાં
નિંદનીય નથી પણ પ્રશંસનીય છે; કેમકે નિંદા તો દોષની જ કરવામાં આવે છે; ગુણોની
નિંદા હોતી નથી, ગુણોની તો પ્રશંસા જ થાય છે.
(શુભચંદ્રાચાર્ય રચિત જ્ઞાનાર્ણવમાં અધ્યાત્મ સહિત વૈરાગ્યનો સુંદર ઉપદેશ છે.
તેમાં બ્રહ્મચર્ય સંબંધી વિસ્તૃત વર્ણન ૧૧ થી ૧પ–એ પાંચ પ્રકરણોમાં કર્યું છે તે
જિજ્ઞાસુઓને પઠનીય છે. અહીં ઉપર જે ગાથાઓ આપી છે તે તેમાંથી લીધેલી છે.)