: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : પ૩ :
ભગવતીઆરાધનામાં ધર્માત્મા–સ્ત્રીની પ્રશંસા
ભગવતીઆરાધનાના બ્રહ્મચર્યવર્ણન–અધિકારમાં સ્ત્રી સંબંધી અનેક દોષ
બતાવીને અંતભાગમાં કહે છે કે સામાન્યપણે સ્ત્રીઓમાં દોષ બતાવ્યા પણ તેમાં
અપવાદરૂપે કોઈ ગુણવાન–ધર્માત્મા સ્ત્રીઓ પણ જગતમાં છે ને તે પ્રશંસનીય છે. (આ
સંબંધી ગાથા ૯૯૪ થી ૯૯૯ નો અર્થ અહીં આપીએ છીએ.–સં.)
વળી જે શીલ વગેરે ગુણોથી સહિત છે, જેનો યશ વિસ્તાર પામ્યો છે,
મનુષ્યલોકમાં જે દેવીસમાન છે અને દેવો વડે પણ જે વંદનીક છે, એવી સ્ત્રી પણ શું
લોકમાં વિદ્યમાન નથી?–અવશ્ય છે જ.
તીર્થંકર–ચક્રવર્તી–વાસુદેવ–બળદેવ–ગણધર એ મહાપુરુષોને ઉત્પન્ન કરનારી
તેમની જનેતા ઉત્તમ દેવ–મનુષ્યો વડે પણ વંદનીક છે.–એવી ઉત્તમ સ્ત્રીઓ પણ
જગતમાં હોય છે.
અનેક સ્ત્રીઓ એકપતિવ્રત સહિત અણુવ્રતોને ધારણ કરે છે અને જીવનપર્યન્ત
કદી પણ વિધવાપણાના તીવ્ર દુઃખને પામતી નથી.
આ લોકમાં શીલવ્રતને ધારણ કરતી થકી, શીલના પ્રભાવથી પૃથ્વીમાં દેવો વડે
સિંહાસનાદિક પ્રાતિહાર્યને પામેલી, તથા જીવો ઉપર અનુગ્રહ કરવાની જેની શક્તિ છે
એવી પણ અનેક સ્ત્રીઓ પૃથ્વીતળમાં વિદ્યમાન છે જ.
જગતમાં કેટલીક એવી શીલવતી સ્ત્રીઓ છે કે જેના શીલના પ્રભાવને લીધે
પાણીના લોઢ પણ તેને ડુબાડી શક્તા નથી, અને પ્રજ્વલિત ઘોર અગ્નિ પણ તેને બાળી
શક્તો નથી; તથા સર્પ–સિંહ–વાઘ વગેરે દુષ્ટ જીવો દૂરથી જ તેને છોડી દે છે,–એવી
સ્ત્રીઓ પણ વિદ્યમાન છે જ.
વળી સર્વગુણસંપન્ન એવા સાધુઓ તેમ જ ચરમશરીરી એવા શ્રેષ્ઠ પુરુષો
તેમના માતૃત્વને ધારણ કરનારી અનેક સ્ત્રીઓ પણ જગતમાં છે જ.
જગતમાં એવી શીલવાન–ધર્માત્મા સ્ત્રીઓ પણ હોય છે કે દેવો જેને વંદના કરે
છે; સમ્યગ્દર્શનની ધારક, વચ્ચે એક ભવ ધારણ કરીને ત્રીજા ભવે મોક્ષ પામનારી,
મહાન પુરુષાર્થવંતી, જગતની પૂજ્ય, મહાસતી ધર્મની મૂર્તિ વીતરાગરૂપિણી–તેના
મહિમાનું કરોડ જીભવડે કરોડ વર્ષે પણ વર્ણન કરવા કોઈ સમર્થ નથી.
(એવા વિદ્યમાન ધર્માત્માઓને નમસ્કાર.)