: પ૪ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
સંતોની છાયામાં જ્ઞાન–વૈરાગ્યનું સીંચન
આત્મજ્ઞાની અને વૈરાગ્યવંત સન્તોની મંગલછાયામાં વસતા જિજ્ઞાસુને
જીવનમાં જ્ઞાન–વૈરાગ્યનું સીંચન થતું જ હોય છે. જ્ઞાનીની વૈરાગ્યમય
ચેષ્ટાઓ, અનુભવથી ભરેલી તેમની મુદ્રા, તેમની આત્મસ્પર્શી વાણી ને
આરાધનામય એમનું જીવન–એ બધુંય નિરંતર પવિત્ર જ્ઞાન–વૈરાગ્યનું પોષક
છે. એ ઉપરાંત કોઈ કોઈ વાર જ્ઞાન–વૈરાગ્યની અત્યંત તીવ્રતા કરાવીને
આત્મહિતને માટે જગાડી દ્યે એવા વિશિષ્ટ મંગલ પ્રસંગો પણ સંતોના
સાન્નિધ્યમાં બન્યા કરતાં હોય છે. આવા સંત જ્ઞાનીઓના ચરણોમાં સદૈવ
રહેવાનું અને એમના પવિત્ર જીવનને જોવાનું સદ્ભાગ્ય મળવું એ જિજ્ઞાસુને
માટે તો જીવનનો સર્વોત્કૃષ્ટ પ્રસંગ છે. જીવનનો એ લહાવો લેવા માટે
આત્મહિતની ભાવનાથી ઘણાય જિજ્ઞાસુઓ સોનગઢ આવીને સંતોના
શરણોમાં વસે છે. આ શ્રાવણ વદ એકમે પણ નવ જિજ્ઞાસુ બહેનોએ આવી
ભાવનાથી પૂ. ગુરુદેવ સમક્ષ આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી. આ
પ્રસંગના ઉપલક્ષમાં, તેની અનુમોદનાપૂર્વક જ્ઞાન–વૈરાગ્યનું સીંચન કરનાર
કેટલાક વચનામૃત અહીં આપીએ છીએ...આ વચનામૃત મુખ્યપણે પૂ.
ગુરુદેવના પ્રવચનોમાંથી કે શાસ્ત્રોમાંથી તારવ્યા છે; કોઈ કોઈ વચનામૃત પૂ.
બેનશ્રી–બેનનાં પણ છે.–આ વચનામૃત જિજ્ઞાસુઓને જરૂર જ્ઞાન–વૈરાગ્યની
ઉત્તમ પ્રેરણા આપશે.–(સં.) * આત્માની શાંતિ જોઈતી હોય તો સંતો તને એક મંત્ર આપે છે કે તારો આત્મા
શુદ્ધ પરમાત્મા છે તેને ઉપાદેય કરીને તેનું જ રટણ કર...તેમાં જ્ઞાનને જોડ. એમાં પરમ
શાંતિ છે.
* આત્માના સારા ભાવોનું સારૂં ફળ જરૂર આવે જ છે. સાચા ભાવનું સાચું ફળ
આવ્યા વગર રહેતું નથી. માટે બીજા પ્રસંગો ભૂલીને આત્માના ઊંચા ભાવને જે રીતે
પ્રોત્સાહન મળે તેવા જ વિચારો કરવા.
* હે આર્ય! શ્રુતજ્ઞાનવડે આત્માનો નિશ્ચય કરીને સ્વસંવેદનથી આત્માની
ભાવના કર. આ દેહમાં આત્મબુદ્ધિ છોડ. દેહ તો છૂટવાનો છે જ, પણ તે છૂટવાનો પ્રસંગ
આવ્યા પહેલાં જ્ઞાનભાવના વડે તું દેહના મમત્વને છોડ.
* હે આરાધક! કોઈ પણ પરીષહ કે કોઈ પણ ઉપસર્ગથી તારું મન વિક્ષિપ્ત થઈ
ગયું હોય તો, નરકાદિ વેદનાઓનું સ્મરણ કરીને જ્ઞાનામૃતરૂપ સરોવરમાં પ્રવેશ
કર...એટલે તારા મનનો વિક્ષેપ