: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : પપ :
મટીને તારો આત્મા પરમ શાંતિને અનુભવશે.
* ત્રણલોકને પીડા કરનાર એવો જે કામદેવરૂપી દુષ્ટ પહેલવાન, તેને
જિતેન્દ્રિયજિનવરોએ બ્રહ્મચર્યરૂપી પ્રબળ શસ્ત્રદ્વારા જીતી લીધો છે. તે જિતેન્દ્રિય–
જિનવરોને નમસ્કાર હો.
* જ્યાં સુધી વિષયો વગરના અતીન્દ્રિય આત્મિકસુખનો રસ ચાખવામાં ન
આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અન્ય વિષયોમાં સુખબુદ્ધિ રહ્યા કરે છે.
* ચૈતન્યરસનો અતીન્દ્રિયસ્વાદ જેણે ચાખ્યો, પછી તેને બાહ્ય કોઈપણ વિષયો
સુહાવના લાગતા નથી, એ વિષયો એને બેસ્વાદ લાગે છે. ચૈતન્યના આનંદરસ સિવાય
બીજો કોઈ રસ તેને રુચતો નથી.
* ઘોરદુઃખરૂપી મગરમચ્છોથી ભરેલા આ સંસારસમુદ્રને પાર કરીને જો
મોક્ષકિનારે પહોંચવું હોય તો, રત્નત્રયરૂપી શ્રેષ્ઠ નૌકાનું શરણ લ્યો. રત્નત્રયનૌકા જ
ભવસમુદ્રથી તારીને મોક્ષનગરીમાં પહોંચાડે છે.
* અનંતા દરિયા ભરાય એટલા પાણીથી પણ જેની તૃષા ન છીપી તેની તૃષા
એક ટીપું પાણીથી તૂટવાની નથી; તેમ આ જીવે સ્વર્ગાદિ ભોગ અનંતવાર ભોગવ્યા
છતાં તૃપ્તિ ન થઈ, તો સડેલા ઢીંગલા જેવા આ માનવદેહના ભોગોથી તેને કદાપિ તૃપ્તિ
થવાની નથી; માટે ભોગ ખાતર જીંદગી ગાળવા કરતાં મનુષ્યજીવનમાં બ્રહ્મચર્ય પાળવું
ને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો–તે આ માનવજીવનનું ઉત્તમ કામ છે.
* “હે જીવ! તને ક્યાંય ન ગમતું હોય તો તારો ઉપયોગ પલટાવી નાંખ...ને
આત્મામાં ગમાડ! આત્મામાં ગમે તેવું છે....આત્મામાં આનંદ ભર્યો છે એટલે ત્યાં જરૂર
ગમશે માટે આત્મામાં ગમાડ. જગતમાં ક્યાંય ગમે તેવું નથી પણ એક આત્મામાં જરૂર
ગમે તેવું છે. માટે તું આત્મામાં ગમાડ.”
* અહો, આ અશરણ સંસારમાં જન્મની સાથે મરણ જોડાયેલું જ છે...આત્માની
સિદ્ધિ ન સધાય ત્યાં સુધી જન્મ–મરણનું ચક્ર ચાલ્યા જ કરવાનું. એવા અશરણ
સંસારમાં દેવ–ગુરુ–ધર્મનું જ શરણ છે. પૂ. ગુરુદેવે બતાવેલા ચૈતન્યશરણને લક્ષગત
કરીને તેના દ્રઢ સંસ્કાર આત્મામાં પડી જાય–એ જ જીવનમાં કરવા જેવું છે.”
* “અંતરના ઉંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો....અને જેને
આત્માની ખરેખરી લગની લાગી,....તેની આત્મલગની જ તેનો માર્ગ કરી દેશે.
આત્માની ખરેખરી લગની લાગે ને અંતરમાં મારગ ન થાય–એમ બને જ નહિ
આત્માની લગની લાગવી જોઈએ.....તેની પાછળ