: પ૬ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
લાગવું જોઈએ...આત્માને ધ્યેયરૂપ રાખીને દિનરાત સતત પ્રયત્ન કરવો જોઈએ...‘કેમ
મારું હિત થાય’...‘કેમ હું આત્માને જાણું!’ એમ લગની વધારીને પ્રયત્ન કરે તો જરૂર
માર્ગ હાથ આવે.”
* “જેઓ આત્માનું સુખ પામ્યા એવા જ્ઞાનીઓને પછી એમ થાય કે અહો!
જગતમાં બધાય જીવો આવું સુખ પામે...આત્માનું આવું સુખ બધાય પામે. અમારા જેવું
સુખ બધા જીવો પામે..”
* જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે....પ્રસંગે–પ્રસંગે એને ભેદજ્ઞાનને યાદ કરીને
ગોખવું નથી પડતું...પણ એને તો એવું પરિણમન જ સહજ થઈ ગયું છે. આત્મામાં
એકધારું પરિણમન વર્ત્યા જ કરે છે.”
* આત્માને મુંઝવણમાં ન રાખવો પણ ઉત્સાહમાં રાખવો. આત્માની
આરાધનાના ભાવ રાખવાથી તેનું ઉત્તમ ફળ આવે છે. માટે આત્માને ઉલ્લાસમાં
લાવીને પોતાના હિતના જ વિચાર રાખવા; તેમાં ઢીલા ન થવું. દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે
ભક્તિ અને અર્પણતાના ભાવ વધારવા.
* કામાગ્નિનો તાપ એવો છે કે, તેનાથી સંતપ્ત પુરુષને મેઘસમૂહવડે સીંચવામાં
આવે કે પાણીના દરિયામાં ઝબોળવામાં આવે તોપણ તેનો સંતાપ દૂર થતો નથી.–પરંતુ
સંતજનોની શીતલ છાયામાં વૈરાગ્યરૂપી જળવડે તે સહેજે શાંત થાય છે. (જ્ઞાનાર્ણવ)
ગુરુજનોની સેવાનું ફળ
* આચાર્યમહારાજ ઉપદેશ આપે છે કે હે દુર્બુદ્ધિ આત્મા! ગુરુજનોની સાક્ષીપૂર્વક
અર્થાત્ ગુરુજનોના ચરણોમાં રહીને તું તારા વૈરાગ્યને નિર્મળ કર, સંસાર–દેહ–ભોગોમાં
લેશપણ રાગ ન કર; ચિત્તરૂપી રાક્ષસને વશ કર, અને ઉત્તમ વિવેકબુદ્ધિને ધારણ કર
કેમકે આ ગુણો ગુરુજનોની સેવાથી જ પ્રાપ્ત થાય છે.–(જ્ઞાનાર્ણવ)
* આ સંસારને કામાગ્નિના અત્યંત તીવ્ર અનંત સંતાપોથી તપ્ત દેખીને,
વિષયસંગ રહિત એવા ઉત્તમ યોગીજનો હંમેશ પ્રશમરસના સમુદ્રના કિનારે સંયમરૂપી
રમ્ય બગીચાનો આશ્રય કરે છે.– (જ્ઞાનાર્ણવ)
* કામસર્પના દુર્નિવાર વિષાગ્નિની જ્વાળાથી બળબળતા આ જગતને જે
મહાત્માઓએ શાંતિ પમાડી તે સોળમા તીર્થંકર શાંતિનાથ વગેરે જિનભગવંતો અમને
શાંતિ પ્રદાન કરો.–(જ્ઞાનાર્ણવ)
આરાધક જીવોનું દર્શન આરાધના પ્રત્યે ઉત્સાહ જગાડે છે.