Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 73 of 75

background image
: ૬૪ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
બે ચિત્રોનો પરિચય
આ પ્રથમ ચિત્રમાં બનારસથી ૮ માઈલ દૂર આવેલ સિંહપુરીના મજાના
જિનમંદિરનું દ્રશ્ય છે. આ સિંહપુરી તીર્થધામ એ ૧૧ મા શ્રેયાંસનાથ ભગવાનનું
જન્મધામ છે. હાલમાં આપણે પૂ. ગુરુદેવ સાથે જયપુર પછી સમ્મેદશિખરજી તરફ
જતા હતા ત્યારે વચ્ચે ફાગણ સુદ અગિયારસે બનારસ રહ્યા હતા, ને બરાબર તે
ઉત્તમ દિવસે આપણે સિંહપુરી તીર્થના જિનમંદિરની યાત્રા કરી હતી, ને
બનારસમાં તે દિવસે સાંજે વરસાદ પણ આવ્યો હતો. એ યાત્રા અને એ વરસાદ
યાત્રિકોને હજી પણ યાદ હશે.
અને આ બીજા ચિત્રમાં ગંધકૂટી ઉપર જે બિરાજમાન છે તે ભગવાન
ઋષભદેવ છે. હાથ જોડીને ઊભા છે તે હસ્તિનાપુરના રાજા અને ભરતચક્રવર્તીના
સેનાપતિ જયકુમાર છે, સંસારથી વિરક્ત થઈને તેઓ આદિનાથપ્રભુ પાસે
મુનિદીક્ષા લઈ રહ્યા છે.
જે રાજકુમારો દેખાય છે તેઓ ભરતચક્રવર્તીના પુત્રો છે. સો રાજકુમારો
વનમાં ખેલવા ગયા હતા...તે વખતે એક ઘોડેસવારે ત્યાં આવીને તેમને
જયકુમારની દીક્ષાના સમાચાર આપ્યા...તે સાંભળતાં જ એ નાનાકડા રાજકુમારો
એકદમ આશ્ચર્ય પામ્યા, ને તેમનું ચિત્ત સંસારથી વિરક્ત થયું...તેઓ પણ, ત્યાંથી
ઘરે જવાને બદલે સીધા ભગવાનના સમવસરણમાં દીક્ષા લેવા માટે જઈ રહ્યા છે.
વૈરાગ્યવંત નાનકડા સો રાજકુમારોની દીક્ષાનું કેવું મજાનું દ્રશ્ય છે!!
આ અંકમાં કેટલાક વિશેષ લેખો આપવાની ભાવના હતી પણ મર્યાદિત
પૃષ્ઠસંખ્યાને કારણે કેટલાક લેખો બાકી રહ્યા છે. અને બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા સંબંધી
તાજા સમાચાર જિજ્ઞાસુઓને આ અંકમાં જ મળે તે માટે આ અંક આઠ દિવસ
વિલંબથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. હવે પછીનો અંક રાબેતા મુજબ ૨૦ મી
તારીખે પ્રગટ થશે.
આ અંકને માટે જરૂરી ફોટા તથા બ્લોક્સ તુરત તૈયાર કરાવીને મોકલવા
માટે મુંબઈના ફોટોગ્રાફર ભાઈશ્રી પુનમ શેઠનો આભાર.