: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૬૩ :
* શ્રાવણ સુદ પૂનમે વાત્સલ્યનું પર્વ ઉજવાયું હતું, ધર્મવાત્સલ્યના મહાન આદર્શરૂપ
વિષ્ણુમુનિરાજની, તેમજ ઉપસર્ગમાં અકંપ રહેનાર અકંપનાદિ સાતસો મુનિરાજનું
ભક્તિપૂર્વક સ્મરણ કરીને પૂજન કરવામાં આવ્યું હતું.
* શ્રાવણ વદ બીજના રોજ પવિત્રાત્મા પૂ. બેનશ્રી ચંપાબેનના મંગલ જન્મદિવસની
પ૪ મી જયંતિ આનંદ–ઉલ્લાસપૂર્વક ઉજવાઈ હતી. આ પ્રસંગે પ૪ ની રકમો
જાહેર થઈ તેમાં લગભગ સાત હજાર રૂા. ની રકમો થઈ,–જે જ્ઞાનખાતામાં
વપરાશે.
* શ્રાવણ માસમાં પ્રૌઢ શિક્ષણવર્ગ ચાલ્યો, તેમાં ગામેગામના ૩૦૦ ઉપરાંત જિજ્ઞાસુ
ભાઈઓએ લાભ લીધો. તત્ત્વચર્ચા–પૂજન–ભક્તિ વગેરેથી આખો દિવસ
ધાર્મિકઉત્સવ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું.
* સોનગઢમાં ટેલીફોન ચાલુ થઈ ગયેલ છે. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટની ઓફિસનો
ફોન નં. ૩૪ છે. ગોગીદેવી બ્રહ્મચર્યાશ્રમનો ફોન નં. ૩૭ છે.
* ગ્રાહકોને એક ખાસ સૂચના આપવાની કે, આત્મધર્મની વ્યવસ્થા (અંક રવાનગી
વગેરે કામકાજ) સમ્પાદક હસ્તક નથી પરંતુ તેની વ્યવસ્થા માટેનો વિભાગ જુદો
છે, માટે લવાજમ, અંક ન મળ્યાની ફરિયાદ, કે વ્યવસ્થા બાબત બીજી કાંઈ પણ
સૂચના હોય તે સમ્પાદક ઉપર ન લખતાં–વ્યવસ્થાપક, આત્મધર્મ કાર્યાલય,
સોનગઢ–એ સરનામે લખવું. લેખન–સમ્પાદન સંબંધી કાંઈ સૂચન હોય તો તે
સમ્પાદક ઉપર લખવું. –સમ્પાદક
* મોરબીના ભાઈશ્રી ઉત્તમચંદ નીમચંદ ગત માસમાં મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા
છે. તેઓ મોરબી મુમુક્ષુ મંડળના એક ઉત્સાહી કાર્યકર હતા.
* સુરેન્દ્રનગરના ભાઈશ્રી કીરચંદભાઈ માસ્તર લગભગ છ માસ પહેલાં સ્વર્ગવાસ
પામ્યા છે. (આ સમાચાર અમને હમણાં જ મળ્યા હોવાથી વિલંબથી પ્રસિદ્ધ થાય
છે. આ પ્રકારના સમાચારો લેખિત મળ્યા વગર છપાતા નથી તેની નોંધ લેવા
સર્વે જિજ્ઞાસુઓને વિનંતી છે.)
* બડોલી (ઈડર) ના ભાઈશ્રી મગનલાલ કોદરલાલ દોશી અષાડ વદ ૧૪ ના રોજ
એકાએક સ્વર્ગવાસ પામ્યા છે.
સ્વર્ગસ્થ આત્માઓ અવારનવાર ગુરુદેવના સત્સંગનો લાભ લેતા હતા.
જૈનધર્મના શરણે તેઓ આત્મશાંતિ પામો.
*