Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 71 of 75

background image
: ૬૨ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
* ઉદ્ઘાટન (તારીખમાં ફેરફાર)
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ મુરબ્બી શ્રી
રામજીભાઈના સન્માન નિમિત્તે એકઠા થયેલ ફંડમાંથી શાસ્ત્રભંડાર
માટેનો જે હોલ સોનગઢમાં બાંધવામાં આવેલ છે તેનું ઉદ્ઘાટન ભાદરવા
સુદ ચોથે થવાના જે સમાચાર આત્મધર્મના આ અંકમાં પૃ. ૧૩ પર
છપાયેલા છે તેમાં ફેરફાર થયેલ છે માટે તે સમાચાર રદ સમજવા; તેને
બદલે હવે ભાદરવા સુદ એકમ ને મંગળવાર તા. પ–૯–૬૭ ના દિવસે
ઉદ્ઘાટન કરવાનું નક્કી થયું છે. આ ઉદ્ઘાટન જૈનસમાજના પ્રસિદ્ધ નેતા
શ્રીમાન શાહુ શાંતિપ્રસાદજી જૈનના સુહસ્તે થશે; તેમજ ઈન્દોરના શ્રીમાન
શેઠ રાજકુમારસિંહજી પણ વિશેષ અતિથિ તરીકે પધારશે.
* અષાડ માસના અષ્ટાહ્નિકાપર્વ દરમિયાન તેરહદ્વીપ પૂજન વિધાનમાંથી
મેરુમંદિરોની ને નંદીશ્વર જિનાલયોની પૂજા થઈ હતી. વદ એકમે જિનેન્દ્ર
અભિષેક પૂર્વક પૂજનની પૂર્ણતા થઈ હતી; તથા તે દિવસે વીરશાસન
જયંતિ (દિવ્યધ્વનિનો દિવસ) પણ ઉજવવામાં આવેલ.
* શ્રાવણ સુદ દસમના રોજ પુરુષાર્થસિદ્ધિઉપાય ઉપરના પ્રવચનો પૂર્ણ થયા, ને
સુદ અગિયારસથી સમયસાર–કલશટીકા ઉપર ફરી (બીજીવાર) પ્રવચનો
શરૂ થયા છે. શાસ્ત્રપ્રારંભમાં ‘નમ: સમયસાર’–એ માંગળિકદ્વારા ગુરુદેવે
કહ્યું કે ચારગતિના દુઃખના નાશને માટે ને મોક્ષસુખની પ્રાપ્તિ માટે આ
મંગળમાણેકસ્થંભ રોપાય છે. સમયસાર એવો જે શુદ્ધઆત્મા તેને જાણતાં
જાણનારને અપૂર્વસુખ અનુભવમાં આવે છે. શુદ્ધઆત્મા સુખસ્વરૂપ છે,
તેને જાણતાં સુખ થાય છે. પરચીજમાં આત્માનું સુખ નથી ને પરને
જાણતાં સુખ થતું નથી. માટે શુદ્ધઆત્મા જ સારભૂત છે, તેનો આદર
કરવો તે મંગળ છે.
બપોરના પ્રવચનમાં સમયસાર (પંદરમી વખત) વંચાઈ રહ્યું છે, તેમાં
બંધ અધિકાર ચાલે છે.