Atmadharma magazine - Ank 287
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 53

background image
: ૨૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
જીવ તે ભેદ–વિકલ્પથી આગળ કેમ જાય? તે ભેદને ઓળંગીને અભેદઅનુભવમાં કઈ
રીતે આવશે? અભેદના લક્ષવાળો જીવ ભેદવિકલ્પને ઓળંગીને નિર્વિકલ્પ વસ્તુનો
અનુભવ કરશે.
જેને આત્માના સ્વભાવમાં અંદર જવું હોય, સમ્યગ્દર્શન કરવું હોય ને આનંદનો
અનુભવ કરવો હોય, તેવા જીવની ભૂમિકામાં શું થાય છે તેની આ વાત છે. તે
ભૂમિકામાં અભેદનું લક્ષ થવાનો આ એક પ્રકાર છે કે ‘જ્ઞાનસ્વરૂપ આત્મા છું’ એવા
પ્રકારે ગુણભેદના વિચાર આવે છે. આચાર્યદેવ કહે છે કે ખેદ છે કે વચ્ચે આટલો
વ્યવહાર આવી જાય છે, નહિતર તો સીધો અભેદ આનંદનો જ અનુભવ કરીએ. વિકલ્પ
વખતેય જેના જ્ઞાનમાં આવું અભેદનું લક્ષ છે તે અભેદ આત્મા તરફના ઝુકાવના બળે
વિકલ્પને તોડીને સાક્ષાત્ અનુભવ કરશે.
અનુભવ પહેલાં અંદર એમ ખ્યાલમાં આવે કે આ આત્મા જ્ઞાન–દર્શન–
ચારિત્રસ્વરૂપ છે. –સવિકલ્પદશામાં આટલો વ્યવહાર છે. ને સમ્યગ્દર્શન થયા પછી પણ
ગુણ–ગુણી ભેદ સંબંધી વિચાર ઊઠે તે વ્યવહાર છે. ‘જીવનું લક્ષણ ચેતના’ એમ વિચાર
કરતાં પુદ્ગલાદિ પરદ્રવ્યોથી ભિન્નપણે આત્મા લક્ષગત થાય છે. સાક્ષાત્ અનુભવ થવા
પહેલાંની દશામાં આવા વિચાર હોય છે. આટલા લક્ષ વગર સીધો આત્માનો અનુભવ
થઈ જાય એમ બનતું નથી. આવા લક્ષસહિતની ભેદભૂમિકાને વ્યવહાર કહ્યો છે. તે
વ્યવહારના વિકલ્પને તોડીને એકલા ચૈતન્યસ્વભાવમાં લક્ષને જોડતાં અભેદ અનુભવ
થશે, અને ત્યારે સમ્યગ્દર્શન થશે. પછી પણ આવા અનુભવમાં લીનતાદ્વારા જ વિકલ્પ
તૂટીને વીતરાગતા થશે. આવો સ્વાનુભવ તે જ મોક્ષમાર્ગ છે.
પહેલાં તો ‘ગુણધામ’ નું રટણ કરીને તેનું લક્ષ કરું, તેનો પક્ષ કરું, ને પછી
રુચિની પુષ્ટિ વડે સાક્ષાત્ અનુભવ કરીશ.–આ અનુભવનો મહાન અવસર આવ્યો છે.
ભાઈ, તારે કરવું છે શું?
–કે આત્માનો અનુભવ.
તો તે અનુભવ કેમ થાય તેની આ રીત સન્તો તને બતાવે છે. ગુણગુણીભેદનો
વિકલ્પ વચ્ચે આવશે પણ તે વિકલ્પ વખતે અભેદને લક્ષમાં રાખજે, જ્ઞાનનું વલણ
અભેદ તરફ રાખજે, વિકલ્પ તરફ વલણ ન રાખીશ. જો અભેદસ્વભાવમાં જવાતું હોય
તો ભેદના વિકલ્પ તરફ ઝાંખીને પણ ન જોઈશ. આમ અભેદના લક્ષ સહિત વચ્ચે
અનુભવ પહેલાં જે ભેદવિચાર આવ્યો તે વ્યવહાર છે. અંતરમાં નજીકમાં નજીકનો
આટલો વ્યવહાર છે,