Atmadharma magazine - Ank 287
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 53

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૨૧ :
કે જે આવ્યા વગર રહેતો નથી; અને છતાં સાધકનું લક્ષ તે વ્યવહાર ઉપર નથી,
તેનું લક્ષ–તેનું જોર–તેનો આદર–તેનો ઉત્સાહ–તેની પરિણતિનો ઝુકાવ તો અભેદ
આત્મવસ્તુના અનુભવ તરફ જ છે...અને એના જોરે જ તે સાક્ષાત્ અનુભવ કરીને
સમ્યગ્દર્શનાદિ પામે છે.
હજી સાક્ષાત્ આત્મઅનુભવ થવા પહેલાં તેની ભૂમિકારૂપે અંતરના વિચારથી
આત્મસ્વભાવ જેવો છે તેવો ખ્યાલમાં લીધો, જ્ઞાનના નિર્ણયમાં લીધો, તે
વ્યવહારભૂમિકા છે; તે ભૂમિકામાં હજી વિકલ્પ છે. પણ અંતરમાં જે સ્વભાવનો નિર્ણય
કર્યો છે તે સ્વભાવમાં જ્ઞાનનું વલણ છે, તે વલણના બળે શ્રુતજ્ઞાન જ્યારે અંતરમાં
વળીને આત્મસ્વભાવને અનુભવે છે ત્યારે નિર્વિકલ્પદશા થાય છે, ને આ
નિર્વિકલ્પદશામાં વિકલ્પ જુઠો થઈ જાય છે–એટલે કે તેનો અભાવ થઈ જાય છે. જ્ઞાનના
બળથી જે નિર્ણય કર્યો હતો તેનું આ ફળ છે; પણ પહેલાં જે વિકલ્પ હતો તેનું કાંઈ આ
ફળ નથી. વિકલ્પ વખતે પણ તે હેયપણે હતો, ને જ્ઞાનનું બળ તેનાથી જુદું કામ કરતું
હતું. આવા જ્ઞાનના અભ્યાસથી ભાવશ્રુતમાં આત્મા આનંદસ્વરૂપે પ્રત્યક્ષ થાય છે,
પ્રત્યક્ષ–સ્પષ્ટ સ્વસંવેદનમાં આવે છે, કોઈના અવલંબન વગર અતીન્દ્રિયપણે આત્મા
પોતે પોતાને અનુભવાય છે. આવો આત્મઅનુભવ કરવો તે વીતરાગી ક્ષમાદિક
દશધર્મોની આરાધનાનું મૂળ છે; ને આવી આત્મઆરાધનાનું નામ જ ‘પર્યુષણ’ છે.
આત્માનો જે પૂર્ણ આનંદરૂપ સ્વભાવ છે, તેની પૂર્ણ પ્રાપ્તિરૂપ મોક્ષનો ઉપાય
ચારિત્ર છે. શાંત–જ્ઞાનાનંદ સ્વરૂપમાં એકાગ્ર થઈને રમણ કરવું તે ચારિત્ર છે, તે
ચારિત્રમાં વીતરાગી ક્ષમાદિ ધર્મ સમાય છે. દશલક્ષણી ધર્મોમાં પહેલો ઉત્તમક્ષમાધર્મ છે.
આવી ઉત્તમ ક્ષમા અનંતકાળના પરિભ્રમણથી બચાવનાર છે. આવી ક્ષમાવડે આત્માના
શુદ્ધ જ્ઞાન ને આનંદની પ્રાપ્તિ થાય છે. ક્ષમા તે આનંદની દાતાર છે. આત્માના
શુદ્ધઆનંદગુણની લીનતા એવી થાય કે પ્રતિકૂળ પ્રસંગમાંય ક્રોધની ઉત્પત્તિ ન થાય,–
આવી ઉત્તમક્ષમા તે પૂર્ણ આનંદરૂપ મોક્ષનું સાધન છે. ક્રોધ વડે આત્માના આનંદનો
ઘાત થાય છે, માટે તે દુઃખદાયક છે. સર્વજ્ઞપરમાત્માએ આત્માનો જે જ્ઞાન–
આનંદસ્વભાવ જોયો છે–તેવા સ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને તેની ઉપાસના કરવી–તે
ધર્મ છે, તે ઉત્તમક્ષમા છે. તેનો આજે (ભાદ્ર સુદ પાંચમ) દિવસ છે. પર્યુષણ એટલે
આત્માને ધર્મની આરાધનામાં જોડવો તે પર્યુષણ છે.
* * *
દસલક્ષણધર્મસંબંધી ઉત્તમક્ષમા ધર્મનું વિવેચન થયું. ત્યારબાદ શ્રી શાંતિપ્રસાદ
શાહુજી આવ્યા ને પ્રવચનના પ્રારંભમાં ગુરુદેવે કહ્યું કે–