સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત...રે ગુણવંતા જ્ઞાની
અમૃત વરસ્યા છે તારા આત્મમાં........
અભૂતાર્થ છે. અજ્ઞાનીને અનાદિથી આત્માનો અનુભવ નથી, તે જ્યારે આત્માનો
અનુભવ કરવાની સન્મુખ થાય છે ત્યારે ‘હું ચેતનસ્વરૂપ છું’ ઈત્યાદિ વિચારરૂપ
વ્યવહાર આવે છે, ગુણ–ગુણીભેદનો એટલો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી. પણ પછી
જ્યારે સ્વભાવ તરફ ઝુકીને સાક્ષાત્ નિર્વિકલ્પ અનુભવ કરે છે ત્યારે તેને કોઈ વિકલ્પ
રહેતો નથી–વ્યવહારનું અવલંબન રહેતું નથી. ભૂતાર્થસ્વભાવનો અનુભવ ગુણભેદના
વિકલ્પ વડે થઈ શકે નહીં. ચેતનસ્વભાવનો નિર્ણય અને લક્ષ કરવા ટાણે પહેલાં સાથે
વિકલ્પ હોય છે, પણ તે વિકલ્પ કાંઈ અનુભવનું સાધન નથી; તે વિકલ્પના બળથી કાંઈ
આત્માને લક્ષગત કરીને અનુભવે છે ત્યારે ગુણભેદનો વિકલ્પ પણ છૂટી જાય છે. માટે
અનુભવમાં તે ભેદ–વ્યવહારને જુઠો એટલે કે અભૂતાર્થ કહ્યો છે.–આવા આત્મ
અનુભવની અત્યંત પ્રયોજનરૂપ આ વાત છે.
આત્મઅનુભવમાં શુદ્ધ નિશ્ચય આત્માનું જ અવલંબન છે, રાગાદિ પરભાવો બહાર રહી
જાય છે. વિકલ્પનો–ભેદનો–વ્યવહારનો આશ્રય કરીને અટકે તેને સમ્યગ્દર્શન થતું નથી.
સમ્યગ્દર્શન થવાના કાળે અભેદ આત્માની જ અનુભૂતિ હોય છે. તે અનુભૂતિમાં
તિર્યંચો નિર્વિકલ્પ આત્મઅનુભૂતિને પામેલા અત્યારે મધ્યલોકમાં (સ્વયંભૂરમણ
સમુદ્રમાં) વિદ્યમાન છે. રાવણનો મોટો હાથી (ત્રિલોકમંડન) પણ આવા અનુભવને
પામ્યો હતો. હાથીનો જીવ ને ભરતનો જીવ બંને પૂર્વે મિત્ર હતા. તે હાથીને પૂર્વભવનું
જાતિસ્મરણજ્ઞાન થયું હતું; ને તેથી તે સંસારથી એકદમ વિરક્ત થઈને આત્મજ્ઞાન
પામ્યો. આઠ વર્ષના બાળક પણ સમ્યગ્દર્શન પામે છે ને અંતરમાં આવી આત્મઅનુભૂતિ
કરે છે. ને આવી અનુભૂતિ કરવી તે ધર્મ છે.