: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૨૭ :
* રાગ સાથે મળેલું જ્ઞાન આત્માને જાણી શકતું નથી.
* રાગથી જુદું પડેલું જ્ઞાન આત્માને જાણી શકે છે.
* રાગથી જુદું પડેલું જ્ઞાન જ શુદ્ધઆત્માને ઝીલી શકે છે, માટે તે જ્ઞાનના
આધારે આત્મા છે; રાગના આધારે આત્મા નથી, કેમકે રાગમાં એવી તાકાત
નથી કે શુદ્ધઆત્માને ઝીલી શકે.
* શુદ્ધાત્મા તરફ વળેલ ઉપયોગરૂપ અખંડ પર્યાય તે સંવર. તે સંવરમાં રાગનો
અભાવ, આસ્રવનો અભાવ.
* અંતરમાં વળેલી નિર્મળ સંવરપર્યાયને અભેદપણે આત્મા કહ્યો, કેમકે તે
પર્યાય આત્મસ્વભાવ સાથે અભેદ છે.
રાગાદિ બાહ્ય પરિણતિને આત્મા ન કહ્યો કેમકે તેને આત્માના સ્વભાવ
સાથે એકતા નથી પણ ભિન્નતા છે.
* જે રાગાદિ ભાવો છે તે ‘જ્ઞાનમય’ નથી એટલે કે અજ્ઞાનમય છે; તે
અજ્ઞાનમય ભાવોના આધારે આત્મા કેમ હોય? તેના આધારે જ્ઞાન કે સંવર
કેમ હોય?–તે તો જ્ઞાનથી વિરુદ્ધ એવા આસ્રવો છે.
અંતર્મુખ થયેલું જે રાગ વગરનું નિર્મળજ્ઞાન, તે જ્ઞાનના આધારે આત્મા
છે, તે પોતે સંવરરૂપ છે, તેમાં આસ્રવનો અભાવ છે.
આ રીતે જ્ઞાનને અને રાગાદિને અત્યંત ભિન્નતા છે–એમ સમજાવીને
તેમનું ભેદજ્ઞાન કરાવ્યું.–આવા ભેદજ્ઞાનવડે આનંદનો અનુભવ થાય છે. માટે
હે જીવો! આવું ભેદજ્ઞાન કરીને તમે આનંદિત થાઓ.
* આનંદનો અનુભવ થતાં રાગ ભિન્ન રહી જાય છે. આનંદ અને રાગ–એ બંને
એક વસ્તુ નથી પણ ભિન્નભિન્ન વસ્તુ છે.
* આત્મા મુદિત ક્્યારે થાય? એટલે કે પ્રસન્ન ક્્યારે થાય?–કે જ્યારે ભેદજ્ઞાન
કરે ત્યારે; ભેદજ્ઞાનમાં રાગ અને જ્ઞાનનો ભિન્ન સ્વાદ આવે છે. એવું ભેદજ્ઞાન
કરાવીને આચાર્યદેવ તેની પ્રેરણા આપે છે કે હે સત્પુરુષો! આવું ભેદજ્ઞાન
કરીને હવે તમે આનંદિત થાઓ...મુદિત થાઓ...પ્રસન્ન થાઓ.