Atmadharma magazine - Ank 287
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 53

background image
: ૨૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
* આવું ભેદજ્ઞાન થતાં જ્ઞાની પોતાના જ્ઞાનને જરાપણ વિપરીત કરતો નથી,–
જરાપણ રાગને જ્ઞાનમાં ભેળવતો નથી; જ્ઞાનને શુદ્ધઉપયોગમય જ રાખે છે.–
આવી દશાને સંવર કહે છે, તેણે રાગાદિ–આસ્રવોને દૂર કર્યા છે.
શુદ્ધઆત્માની ઉપલબ્ધિ કહો કે સંવર કહો,–તે ભેદજ્ઞાનથી જ થાય છે–એમ
કહીને આચાર્યભગવાને ભેદવિજ્ઞાનની પ્રશંસા કરી છે. આવા ભેદજ્ઞાનથી જ
શુદ્ધઆત્માનો અનુભવ થાય છે.
* સમ્યગ્દ્રષ્ટિ–જ્ઞાનીનું જ્ઞાન ઉદયમાં ઘેરાતું નથી, કેમકે પોતાના આત્માને તે
ઉદયથી ભિન્ન શુદ્ધ જ્ઞાનપણે જ અનુભવે છે; તે અનુભવ કોઈ પ્રસંગમાં તેને
છૂટતો નથી, એટલે જ્ઞાન જ્ઞાનપણે જ રહે છે, માટે તે જ્ઞાન ઉદયથી ઘેરાતું
નથી, નિજસ્વરૂપથી ડગતું નથી; તેથી જ્ઞાનીને ભેદજ્ઞાનના બળે સંવર જ થાય
છે. રાગ અને જ્ઞાનની અત્યંત ભિન્નતા જાણીને શુદ્ધજ્ઞાનપણે જ પોતાને
અનુભવતાં ધર્મી જીવને અતીન્દ્રિય આનંદ ઉલ્લસે છે. આવું ભેદજ્ઞાન પ્રગટ
કરીને હે જીવો! તમે પણ આનંદિત થાઓ.
અરે ચૈતન્યપ્રભુ! તારી શક્તિના
એક ટંકારે તું કેવળજ્ઞાન લે એવી તો તારી
તાકાત, છતાં તું તારા સ્વરૂપને અનુભવમાં
નથી લેતો...તો શું તને શરમ નથી આવતી!
સિદ્ધસમાન સર્વજ્ઞસ્વભાવી હોવા છતાં
સંસારમાં રખડીને ભવ કરતાં તને શરમ
નથી આવતી!! ધરમમાં તને શરમ આવે છે
ને સંસારમાં રખડતાં તને શરમ નથી
આવતી? અરે, સર્વજ્ઞસ્વભાવી આત્માને
અજ્ઞાનીપણે સંસારમાં રખડવું પડે એ તો
શરમ છે–કલંક છે. માટે હવે શરમાઈને
એનાથી છૂટવાનો ઉદ્યમ શીઘ્ર કર.