Atmadharma magazine - Ank 287
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 53

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
* [અનેકાન્ત જ્ઞાનનું ફળ સ્વભાવસન્મુખતા] *
“અનેકાન્તિકમાર્ગ પણ સમ્યક્–એકાન્ત એવા નિજપદની
પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા–અન્ય હેતુએ ઉપકારી નથી.”
–– * ––
શ્રીમદ્રાજચંદ્રજીના ઉપરોક્ત વાક્્યમાં રહેલા
જૈનસિદ્ધાંતના ઊંડા રહસ્યને પૂ. શ્રી કાનજીસ્વામીએ
પ્રવચનમાં પ્રગટ કર્યું છે. સં. ૨૦૦૬ ના માહ વદ ત્રીજે પૂ.
ગુરુદેવ જ્યારે મોરબીથી વવાણીયા પધાર્યા તે વખતે
‘શ્રીમદ્ રાજચંદ્ર–જન્મસ્થાનભુવન’ માં થયેલું આ પ્રવચન
છે. તેઓશ્રીની ‘જન્મશતાબ્દિ’ નજીક આવી રહી છે ત્યારે
તેમના વચન ઉપર તેમની જન્મભૂમિમાં જ થયેલું આ
પ્રવચન સર્વે જિજ્ઞાસુઓને આનંદિત કરશે. ‘અનેકાન્ત’ નું
રહસ્ય ન સમજવાને કારણે સમન્વય વગેરેના નામે જે
ગોટાળા ચાલે છે તે દૂર કરીને, અનેકાન્ત દ્વારા નિજપદની
પ્રાપ્તિ કરવાનું તાત્પર્ય સમજાવ્યું છે. આ પ્રવચન ઘણા વર્ષ
પહેલાં જોકે આત્મધર્મમાં આવી ગયું છે, પણ ઘણા
જિજ્ઞાસુઓની માંગણીથી, તેમજ ગુરુદેવ પણ કોઈ કોઈ
પ્રસંગે આ પ્રવચનને યાદ કરતા હોવાથી, અને વર્તમાન
શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મશતાબ્દિનો પ્રસંગ હોવાથી તે
અહીં ફરીને પ્રગટ કરવામાં આવ્યું છે. (બ્ર. હ. જૈન)
શ્રીમદ્ રાજચંદ્રનું આંતરિક જીવન હતું; તેને સમજવા માટે અંતરની પાત્રતા
જોઈએ. બાહ્ય સંયોગમાં ઊભા હોવા છતાં ધર્માત્માની અંતરસ્વભાવની દ્રષ્ટિ કંઈક જુદું
કામ કરતી હોય છે. સંયોગદ્રષ્ટિથી જુએ તો તેને સ્વભાવ ન સમજાય. બાહ્ય સંયોગ તો
પૂર્વના પ્રારબ્ધ નિમિત્તે હોય પણ ધર્મીની દ્રષ્ટિ તે સંયોગ ઉપર હોતી નથી, અંતરમાં
આત્માનો સ્વપર