Atmadharma magazine - Ank 287
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 53

background image
: ૩૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
સંગવાળો–મલિન છે અને વસ્તુસ્વભાવે શુદ્ધ છે–એવો અનેકાંત છે; પણ તે બે પડખાં
જાણીને એકપણું પ્રગટ કર્યા વગર અનેકાંતનું યથાર્થ પ્રયોજન સિદ્ધ થતું નથી, એટલે કે
‘સ્વભાવે શુદ્ધ અને અવસ્થાએ અશુદ્ધ’ એમ બે પડખાં જાણીને તેની સામે જ જોયા કરે
અને શુદ્ધસ્વભાવ તરફ ન વળે તો તેને નિજપદની પ્રાપ્તિ થતી નથી ને અશુદ્ધતા ટળતી
નથી. પણ ત્રિકાળ સ્વભાવે હું શુદ્ધ છું, ને ક્ષણિક પર્યાયમાં અશુદ્ધતા છે, એમ બંને
પડખાંને જાણીને, જો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ તરફ વળે તો નિજપદની પ્રાપ્તિ થાય છે, ને
અશુદ્ધતા ટળે છે.
અહીં જેમ શુદ્ધ અને અશુદ્ધ એ બે બોલમાં અનેકાંત સમજાવ્યો તે પ્રમાણે
ઉપાદાન –નિમિત્ત, નિશ્ચય–વ્યવહાર વગેરે બધા બોલમાં પણ સમજવું. ઉપાદાન છે અને
નિમિત્ત પણ છે–એમ બંનેને જાણે ખરો, પણ તેમાં ઉપાદાનથી વસ્તુનું કામ થાય છે અને
નિમિત્ત કાંઈ કરતું નથી–એમ સમજીને જો ઉપાદાન તરફ વળે તો અનેકાંત કહેવાય.
અનાદિનો અજ્ઞાની જીવ સાચું આત્મભાન પોતાની લાયકાતથી જ્યારે પ્રગટ કરે ત્યારે
તેને આત્મજ્ઞાની સદ્ગુરુ જ નિમિત્તરૂપે અવશ્ય હોય. સાચું નિમિત્ત ન હોય તેમ બને
નહીં, તેમ જ નિમિત્ત કાંઈ કરી દે–એમ પણ બને નહીં. શ્રીમદ્ કહે છે કે–
બુઝી ચહત જો પ્યાસ કો, હૈ બૂઝનકી રીત,
પાવે નહિ ગુરુગમ વિના, એ હી અનાદિ સ્થિત.
પાયાકી યે બાત હૈ, નિજ છંદન કો છોડ,
પીછે લાગ સત્પુરુષકો તો સબ બંધન તોડ.
હે ભાઈ! જો તું આત્મસ્વભાવનું ભાન કરવા ચાહતો હો અને અનાદિનું અજ્ઞાન
ટાળવું હોય તો તેની રીત છે. પણ ગુરુગમ વિના તે રીત હાથ આવે તેમ નથી–એવી
અનાદિ વસ્તુસ્થિતિ છે. ચૈતન્યસ્વભાવ કોણ છે તે ગુરુગમ વગર સમજાય નહીં. જીવ
જ્યારે સમ્યગ્જ્ઞાન પામે છે ત્યારે તે પોતાની લાયકાતથી જ પામે છે, પણ તે લાયકાત
વખતે નિમિત્તપણે ગુરુગમ ન હોય એમ બને નહીં.–આવો અનેકાંત છે; નિમિત્ત કાંઈ કરે
નહીં અને અજ્ઞાની નિમિત્ત હોય નહીં. જેમ ચાર મણ ચોખા લેવા જાય ત્યાં અઢી શેરનો
કોથળો ભેગો હોય, પણ ચાર મણ ચોખા ભેગો અઢી શેરનો કોથળો રંધાય નહીં, તેમ
ચૈતન્યસ્વભાવને જાણવામાં જ્ઞાની નિમિત્ત તરીકે હોય છે, તે બારદાન છે–બહારની ચીજ
છે. તે નિમિત્ત કાંઈ સમજાવી દેતું નથી. જ્ઞાની સિવાય અજ્ઞાની નિમિત્ત હોય નહીં, ને
આત્માના આનંદના અનુભવમાં નિમિત્ત કાંઈ કરે નહીં. જેમ ઊંચું કેસર લેવા જાય ત્યાં
બારદાન