સત્યસ્વભાવની સમજણ પ્રગટ કરવામાં નિમિત્તરૂપે સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર હોય,
અજ્ઞાની ન હોય.
બીજા કોઈ હેતુએ ઉપકારી નથી. એટલે કે ઉપાદાન અને નિમિત્ત બંનેને જાણીને એક
ઉપાદાન–સ્વભાવસન્મુખ વળવું તે પ્રયોજન છે. ઉપાદાન છે અને નિમિત્ત છે–એમ
જાણીને જો તેના જ લક્ષે રોકાય, ને નિમિત્તનું લક્ષ છોડીને પોતાના ઉપાદાનની દ્રષ્ટિ
પ્રગટ ન કરે તો નિજપદની પ્રાપ્તિ થાય નહીં. પોતાના સ્વભાવ તરફની એકતા પ્રગટ
કર્યા વિના અનેકાંતનું પણ સાચું જ્ઞાન થાય નહીં.
અશુદ્ધતાનું પણ યથાર્થ જ્ઞાન થાય નહીં.
નિમિત્તને જાણીને, નિમિત્તનું લક્ષ છોડીને ઉપાદાન તરફ વળવું તે પ્રયોજન છે. ઉપાદાન
તરફ વળ્યા વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન પ્રગટે નહીં.
સ્વરૂપ નક્કી કર...ઈષ્ટ એવું આત્માનું શુદ્ધસ્વરૂપ શું છે તે
જ્ઞાનમાં લઈને સીધું તેને અનુભવમાં લે. ‘સીધું’ એટલે
વચમાં બીજી કોઈ પરભાવની આડ રાખ્યા વગર એકલા
જ્ઞાન વડે આત્માને અનુભવમાં લે. જે કાંઈ ઈષ્ટ–વહાલું ને
સુખરૂપ છે તે બધુંય આત્માના સ્વાનુભવમાં સમાય છે.