Atmadharma magazine - Ank 287
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 53

background image
: ૩૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
મલકાપુરના ભાઈશ્રી રતનલાલસા પન્નાલાલસાના સુપુત્ર ભાઈશ્રી રમેશકુમારે
શ્રાવણ વદ ૧૪ ના રોજ પૂ. ગુરુદેવ સમક્ષ આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
તેમની ઉંમર ૨૬ વર્ષ છે, અને તેઓ બાલબ્રહ્મચારી છે. પાંચેક વર્ષથી તેઓ સોનગઢના
રેકોર્ડિંગરીલ પ્રવચનોનો પ્રચારવિભાગ સંભાળે છે; ને સોનગઢમાં પૂ. ગુરુદેવના સત્સંગનો
લાભ લ્યે છે. હમણાં જે નવ કુમારિકાબેનોએ બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લીધી તેમાં એક તેમના બહેન
પણ હતા. આ રીતે ભાઈ–બહેન બંનેએ આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી છે. શ્રી રમેશભાઈ
પોતાની ભાવનાઓમાં ઉત્સાહથી આગળ વધે એવી શુભેચ્છા સાથે તેમને ધન્યવાદ.
૧૦૦ વચનામૃત મોકલો........
સૌરાષ્ટ્રમાં અધ્યાત્મના બીજ રોપનાર મહાન જૈન સન્ત શ્રીમદ્ રાજચંદ્રજીની આ
કારતક સુદ પૂર્ણિમાએ જન્મશતાબ્દિ છે; તેમની જન્મશતાબ્દિના આ પ્રસંગે તે
પવિત્રાત્મા પ્રત્યે ભાવભીની અંજલિરૂપે તેમના ૧૦૦ વચનામૃતો આત્મધર્મના આગામી
અંકમાં પ્રગટ કરવાની ભાવના છે. તો પુસ્તકમાંથી પસંદ કરીને તેમનાં વચનામૃત લખી
મોકલવા માટે જિજ્ઞાસુઓને વાત્સલ્યપૂર્વક નિમંત્રણ છે.
આ વચનામૃત છાપેલ પુસ્તકમાંથી અક્ષરશ: ઉતારેલા હોવા જોઈએ; તથા તેમાં
વર્ષ અગર તિથિ પણ લખવા–જેથી પુસ્તકમાંથી શોધવા સુગમ પડે. (આવેલા
વચનામૃતોમાંથી ૧૦૦ વચનામૃતોનું સંકલન કરીશું.
–સંપાદક
રજત જયંતિનું વર્ષ
આવતા અંકે આપણું આત્મધર્મ ૨૪ વર્ષ પૂર્ણ કરશે. ને ત્યારપછીના અંકે
પચીસમા વર્ષમાં એટલે કે રજતજયંતિના વર્ષમાં પ્રવેશ કરશે. પૂ. ગુરુદેવની મંગલ
છત્રછાયામાં આનંદોલ્લાસપૂર્વક આપણું “આત્મધર્મ” વધુ ને વધુ વિકસે, ને ગુરુદેવના
પ્રતાપે તેના ચાર ઉદ્દેશો–આત્માર્થીતાનું પોષણ, વાત્સલ્યનો વિસ્તાર, દેવગુરુધર્મની સેવા
ને બાળકોમાં ધર્મસંસ્કારોનું સીંચન–આ ચાર ઉદ્દેશો વધારે ને વધારે સફળ થાય એવી
જિનેન્દ્રદેવ પાસે પ્રાર્થના કરીએ છીએ.
પ્રશ્નો મોકલો........
આત્મધર્મનો સર્વપ્રિય વિભાગ “વાંચકો સાથે વાતચીત અને તત્ત્વચર્ચા”–તેને
માટે સૌ કોઈ જિજ્ઞાસુઓ પ્રશ્ન કે સૂચનો મોકલી શકે છે. આ વિભાગ માત્ર