Atmadharma magazine - Ank 287
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 53

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૩૭ :
બાલવિભાગના સભ્યો માટે જ નહિ પરંતુ સમસ્ત જિજ્ઞાસુ પાઠકોને માટે ખુલ્લો છે.
હરકોઈ વાંચકોના યોગ્ય વિચારો આ વિભાગમાં વ્યક્ત થાય છે. આ વિભાગમાં
અવનવી નવીનતા માટે આપ પણ પ્રશ્ન વગેરે મોકલી શકો છો.
“રત્નસંગ્રહ”ની ભેટ
રજાઓનો સદુપયોગ કઈ રીતે કર્યો–તે સંબંધી એક પત્રયોજના બાલવિભાગમાં
રજુ થયેલ; આ યોજનાઅનુસાર ૬૦ જેટલા બાળકોના પત્રો આવેલ; સૌએ પોતાની
ઉત્તમ ભાવનાઓ રજુ કરી હતી. જગ્યા થોડી અને પત્રો ઘણા–તેથી બધા પત્રો છાપી.
શકાયા નથી; કેટલાક પત્રો છપાયા છે;–આ પત્રો ઉપરથી ખ્યાલ આવે છે કે
બાલવિભાગના સભ્યોમાં ધર્મના કેવા સરસ સંસ્કાર રેડાઈ રહ્યા છે. પત્ર લખનારા
બધા સભ્યોને ધન્યવાદ સાથે ‘રત્નસંગ્રહ’ નામનું સરસ પુસ્તક ભેટ મોકલવામાં આવ્યું
છે. આ પુસ્તક સંપાદક તરફથી ભેટ આપવામાં આવ્યું છે. બંધુઓ, હવે દીવાળીની
રજાઓનો આનાથી પણ વધુ સદુપયોગ કરજો........
जय जिनेन्द्र
(બીજા જે જિજ્ઞાસુઓને જરૂર હોય તેમને, એક રૂા. મોકલવાથી આ રત્નસંગ્રહ
પુસ્તક પોસ્ટથી મોકલવામાં આવશે. આ પુસ્તકમાં જ્ઞાન–વૈરાગ્યપોષક સંતોના એકસો
ઉપદેશ–રત્નોનો સુંદર સંગ્રહ છે, ને નાના મોટા સૌને ઉપયોગી છે.)
વૈ રા ગ્ય સ મા ચા ર
* નરોડા (અમદાવાદ) ના ભાઈશ્રી ફકીરચંદ શિવલાલના સુપુત્ર ભાઈ
પદ્મકાન્ત ફકીરચંદ માત્ર ૨૧ વર્ષની ભરયુવાનવયે દિલ્હી મુકામે તા. ૨૮–૮–૬૭ ના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે. થોડા વખત પહેલાં પૂ. ગુરુદેવ નરોડામાં તેમના ઘેર પધારેલા
ત્યારે પદ્મકાન્તને ઘણો આનંદ ને ઉલ્લાસ થયેલો. પૂ. ગુરુદેવ યાત્રામાં દિલ્હી પધાર્યા
ત્યારે પણ ગુરુદેવની વાણી તેણે સાંભળી હતી. તેમના એક ભાઈ આપણા
બાલવિભાગના સભ્ય છે. આવા યુવાનના વિયોગથી તેમના પરિવાર ઉપર જે દુઃખ
આવ્યું છે તેમાં તેઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મની ઉપાસના વડે શાંતિ પ્રાપ્ત કરો, અને
સ્વર્ગસ્થ આત્મા પણ જૈનધર્મના સંસ્કારવડે આત્મહિત પામો...
* નાઈરોબી (આફ્રિકા) મુમુક્ષુ મંડળમાં સૌથી પ્રથમ જોડાયેલા શ્રી સવિતાબેન
ગુલાબચંદ પોપટ તા. ૩૧–૮–૬૭ ના રોજ નાઈરોબી મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
આફ્રિકા જેવો પરદેશ, અને દસેક વર્ષની લાંબી બિમારી છતાં તેમણે પોતાની ધાર્મિક
ભાવનાઓ ટકાવી રાખી હતી, તેઓ ગુરુદેવને વારંવાર યાદ કરતા, તેમજ ત્યાંના
સાધર્મીઓ પાસેથી ધર્મશ્રવણ કરતા; તેઓ મંડળના ઉત્સાહી સભ્ય હતા...ભવિષ્યમાં
તેમનો આત્મા નિરંતર સત્સંગનો યોગ પામો ને પોતાની આત્મિકભાવનાઓ પૂર્ણ કરો.