: ૨૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
જિતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
(વર્ષ ૨૧ આંક ૪૦)
૧૭. એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો
પ્રયત્ન સત્પુરુષો કરે છે. (વર્ષ ૨૨ આંક ૪૭)
૧૮. અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ મળ્યા નથી.
નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. (વર્ષ ૨૨ આંક પ૬)
૧૯. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે
તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્રે
જવાતું નથી; લોકત્યાગવિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. (વર્ષ ૨૩ આંક ૧૨૮)
૨૦. સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા,
અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. (વર્ષ ૨૨ આંક ૭૭)
૨૧. દેહમાં વિચાર કરનારો બેઠો છે તે દેહથી ભિન્ન છે. તે સુખી છે કે દુઃખી? તે
સંભાળી લે. (વર્ષ ૨૩, ૮૪)
૨૨. હે જીવ! ભૂલ મા. તને સત્ય કહું છું–સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી
નહીં મળે. (વર્ષ ૨૩ આંક ૧૦૮)
૨૩. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ
પમાડશે. (વર્ષ ૨૪. ૧૬૬)
૨૪. બુઝી ચહત જો પ્યાસ કો હૈ બૂઝનકી રીત,
પાવે નહીં ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત, (વર્ષ ૨૪ આંક ૨પ૮)
૨પ. અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન;
સેવ્યા નહીં ગુરુ સંતને, મૂકયું નહીં અભિમાન; (વર્ષ ૨૪. ૨૬૪)
૨૬. તનસે, મનસે, ધનસે, સબસે ગુરુદેવકી આન સ્વઆત્મબસે;
તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિં પ્રેમ ઘનો;
(વર્ષ ૨પ આંક ૨૬પ)
૨૭. જો હોય પૂર્વ ભણેલ નવ,પણ જીવને જાણ્યો નહીં;
તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ મહી; (વર્ષ ૨પ આંક ૨૬૮)
૨૮. જીવને સ્વચ્છંદ એ મહા મોટો દોષ છે. એ જેનો મટી ગયો છે તેને માર્ગનો
ક્રમ પામવો બહુ સુલભ છે. (વર્ષ ૨પ. ૨૯૪)