: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૨૩ :
૨૯. જિંદગી અલ્પ છે, જંજાળ અનંત છે, સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે,
ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે,
તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે
છે. (વર્ષ ૨પ આંક ૩૧૯)
૩૦. દેહાભિમાન ગલિત થયું છે જેનું તેને સર્વ સુખરૂપ જ છે. જેને ભેદ નથી
તેને ખેદ નથી. (વર્ષ ૨પ આંક ૩પ૯)
૩૧. આ લોકસ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે.
રચના બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે. (વર્ષ ૨પ. ૩૪૮)
૩૨. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે, જ્ઞાનીના
અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે
જીવને સમ્યગ્દર્શન થાય છે. (વર્ષ ૨પ, ૩પ૮)
૩૩. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે
છે અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે.
૩૪. તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગ્રામ
કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે કે જે પુરુષને
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી. (વર્ષ
૨પ, ૪૦૦)
૩પ. ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા
કરવી યોગ્ય નથી. (વર્ષ ૨પ, ૩૭૪)
૩૬. આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે; તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું
શ્રવણવું કે સત્ શાસ્ત્રોનું વિચારવું એ છે. (વર્ષ ૨પ, ૩૭પ)
૩૭. દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઈચ્છે છે; અને દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી
જન્મ પામે છે એવા રાગદ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી
નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ
નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. (વર્ષ ૨પ. ૩૭પ)
૩૮. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે તેમ
દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે અર્થાત્ દેહ નથી.(વર્ષ ૨૬. ૪૨પ)
૩૯. જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય