: ૨૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
એ કલ્યાણ વિષેનો મોટો નિશ્ચય છે. (વર્ષ ૨૬, ૪૭૦)
૪૦. કોઈ પણ જાણનાર, ક્્યારે પણ, કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે
જાણે, એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. (વર્ષ ૨૬ આંક
૪૩૮)
૪૧. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, સત્પુરુષના
ચરણસમીપનો નિવાસ છે. (વર્ષ ૨૬, ૪૪૯)
૪૨. જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે–પ્રગટ છે તે પુરુષ વિના બીજો કોઈ તે
આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી, અને તે સત્પુરુષથી આત્મા જાણ્યા વિના, બીજો
કોઈ કલ્યાણનો ઉપાય નથી. (વર્ષ ૨૬, ૪૪૯)
૪૩. વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાદિની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો
યથાયોગ્ય નથી. (વર્ષ ૨૬, ૪૪૯)
૪૪. વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી જુદાપણું જાણી,
તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી તે પ્રત્યેથી મોહમમત્વાદિ ત્યાગ્યા હોય તો તે મોટું શ્રેય છે.
(વર્ષ ૨૬, ૪૬૦)
૪પ. અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું મોહનું અને માઠી ગતિનું કારણ
છે. સદ્દવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. (વર્ષ ૨૬, ૪૬૦)
૪૬. મહા વ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની
પુરુષોના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે. (વર્ષ ૨૬, ૪૬૦)
૪૭. પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે,
તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા
જીવોને ત્રિકાળ દંડવત્ છે. (વર્ષ ૨૬, ૪૬પ)
૪૮. અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં
પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ
દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં પણ એક મીઠા પાણીનો કળશો
અત્રે હોય તો તેથી તૃષા છીપે. (વર્ષ ૨૬, ૪૬૬)
૪૯. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું પણ જીવે કરવું બાકી રાખ્યું છે. (વર્ષ
૨૬, ૪૬૬)
પ૦. ‘આત્મા છે’ જેમ ઘટપટાદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ
હોવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ છે, તેમ