: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૨પ :
સ્વપર–પ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા
હોવાનું પ્રમાણ છે. (વર્ષ ૨૬, ૪૯૩)
પ૧. જે સત્પુરુષોએ જન્મ–જરા–મરણનો નાશ કરવાવાળો, સ્વ–સ્વરૂપમાં સહજ
અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. (વર્ષ
૨૭, ૪૯૩)
પ૨. જો જીવમાં અસંગદશા આવે તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ છે અને
તે અસંગ દશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે. (વર્ષ ૨૭, પ૦૦)
પ૩. જેમ બને તેમ જીવના પોતાના દોષ પ્રત્યે લક્ષ કરી બીજા જીવ પ્રત્યે નિર્દોષ
દ્રષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધન થાય તેમ કરવું એ પ્રથમ
સ્મરણવા યોગ્ય વાત છે. (વર્ષ ૨૭, પ૦૦)
પ૪. વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય
રાખવો. જીવના અનઅધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી,
તોપણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી
એવું વારંવાર ચિંતવન કરવું. (વર્ષ ૨૭, પ૦પ)
પપ. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા
હૃદયને વિષે પ્રકાશ કરો અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ
થાઓ! (વર્ષ ૨૭, પ૦પ)
પ૬. હે જીવ! આ કલેશરૂપ સંસારથકી વિરામ પામ વિરામ પામ. કાંઈક વિચાર,
પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ
નિષ્ફળ જશે. (વર્ષ ૨૭, પ૦પ)
પ૭. હે જીવ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. (વર્ષ ૨૭,
પ૦પ)
પ૮. જ્ઞાની પુરુષોની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. (વર્ષ
૨૭, પ૧૧)
પ૯. વૈરાગ્ય ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ, સત્શાસ્ત્રોનો પરિચય
કરવો એ જીવને પરમ હિતકારી છે; બીજો પરિચય જેમ બને તેમ નિવર્તન યોગ્ય છે.
(વર્ષ ૨૭, પ૧૨)
૬૦. આત્મહિતને માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી.
(વર્ષ ૨૭)
૬૧. પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું
ઘટતું નથી પણ અલ્પ પણ નિજદોષ