: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૨૭ :
૭૪. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને
નથી. જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે. (વર્ષ ૨૮, ૬૦૯)
૭પ. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે
જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. (વર્ષ ૨૮, ૬૦૯)
૭૬. જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે; તેથી ઉપયોગ અન્ય
વિકલ્પ રહિત થયો તેનું નામ શમાવું છે, વસ્તુતાએ બંને એક જ છે. (વર્ષ ૨૯, ૬પ૧)
૭૭. અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને
શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં. અને તેથી પરિભ્રમણનિવૃત્તિ થઈ નહીં. (વર્ષ
૨૯, ૬પ૧)
૭૮. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના
કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. (૭૧૦)
૭૯. એક હોય ત્રણ કાળમાં, પરમાર્થનો પંથ, પ્રેરે જે પરમાર્થને, તે વ્યવહાર સમંત.
૮૦. સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે. સત્ગુરુ–સત્સંગ, સત્શાસ્ત્ર,
સદ્દવિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. (૭૧૦)
૮૧. સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય, પ્રગટરૂપ ચૈતન્યમય એ એંધાણ
સદાય.
૮૨. દેહ છૂટવાનો કાળ અનિયમિત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે
પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો ઉપાય સાધે છે. (વર્ષ ૩૦ ૭૨૮.)
૮૩. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ,
ગુરુ–આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.
૮૪. અપૂર્વ અવસર એવો ક્્યારે આવશે, ક્્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો.
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો.
૮પ. સતત્ અંર્તમુખ ઉપયોગે સ્થિતિ એ જ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. એક સમય
પણ ઉપયોગ બર્હિમુખ કરવો નહીં એ નિર્ગ્રંથનો મુખ્ય માર્ગ છે. (વર્ષ ૩૦, ૭૬૭)
૮૬. દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધવિણ, વિચરવું ઉદયાધીન પણ વીત લોભ જો...
૮૭. કેવળ અંર્તમુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખક્ષયનો ઉપાય છે.
(વર્ષ ૩૧, ૮૧૬)
૮૮. હે આર્ય! નિરાશા વખતે મહાત્મા પુરુષોનું અદ્ભુત આચરણ સંભારવું
યોગ્ય છે. (વર્ષ ૩૨, ૮૭૯)