: ૨૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
૮૯. ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંર્તમુખ યોગ;
પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિનદર્શન અનુયોગ;
૯૦. જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે. સંપૂર્ણ
વીતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય.
૯૧. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા;
નિર્ગ્રંથનો પંથ ભવ–અંતનો ઉપાય છે. (વર્ષ ૩૩, ૯૦૨)
૯૨. ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંર્તમુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.
૯૩. એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે તે કરતાં અપૂર્વ
અભિપ્રાયસહિત ધર્મસંતતિ પ્રવર્તાવવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. (હાથનોંધ)
૯૪. કયા ઈચ્છત ખોવત સબૈ, હૈ ઈચ્છા દુઃખમૂળ;
જબ ઈચ્છાકા નાશ તબ મિટે અનાદિ ભૂલ.
૯પ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક;
નહીં જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક.
૯૬. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીયે કેટલું? કર વિચાર
તો પામ.
૯૭. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી તે જ મોક્ષનો પંથ.
૯૮. અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં
જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. (૩પ૮.)
૯૯. લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા,
સત્તા કે કુટુંબ–પરિવારાદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે
જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તો પણ
પરમ સમાધિનું સ્થાન છે. (વર્ષ ૩૪, ૯૪૯.)
૧૦૦. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણીત.
શ્રીમદ્રાજચંદ્રજીના ૧૦૦ વચનામૃતની ‘જન્મશતાબ્દિ–પુષ્પમાળા’ ની આ યોજનાથી
મુખ્ય લાભ એ થયો કે ઘણાય જિજ્ઞાસુઓએ આ યોજનામાં રસ લઈને તરત શ્રીમદ્
રાજચંદ્રજીનું સાહિત્ય વાંચવા માંડયું, અને તેમાંથી ૧૦૦ ઉત્તમ વચનામૃતોની ચૂંટણી
કરવાની હોવાથી વિશેષ ધ્યાનપૂર્વક વાંચ્યું. હજી બીજા અનેક ભાઈ–બહેનોએ લખેલા
વચનામૃતો અમારી પાસે આવેલા છે; તેનો પણ શક્્ય તેટલો ઉપયોગ હવે પછીના
અંકોમાં કરીશું.