: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
વાંચકો સાથે વાતચીત
અને તત્ત્વચર્ચા
* (સર્વે જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ) *
* અંધેરીથી રજનીકાન્ત જૈન (No. 1836) હર્ષપૂર્વક લખે છે કે આત્મધર્મનો
બાલવિભાગ વાંચતાં મને ઘણો જ રસ જાગ્યો તેથી હું સભ્ય બન્યો. બાલવિભાગ
અત્યંત આનંદથી વાંચું છું. ‘ચાલો આંબા ખાઈએ’ વાળું સભ્ય–કાર્ડ મળતાં હું બહુ ખુશી
થયો. (ખરેખર, એ મધુર આંબા ખાવાનું મન થાય છે!) તેમજ ફોટો અને ઋષભદેવ
ભગવાનનું પુસ્તક પણ મળતાં ઘણો જ ખુશી થયો છું.
* બેંગલોરથી K. H. જૈન (No. 774) લખે છે કે–હું દરેક આત્મધર્મ વાંચું છું.
કોલેજના ભણતરની સાથે આત્માનું ભણતર પણ કરું છું. જેમ જેમ આત્મધર્મ વાંચું છું
તેમ તેમ બહુ રસ આવે છે. આત્મધર્મમાં ઘણી સરસ જાણવા જેવી વાતો આવે છે, અને
બાલવિભાગમાં તો ઓર મજા આવે છે.
* કલ્પનાબેન તથા અલકાબેન (નં. ૨૩૦ તથા ૧૬૭૨) પૂછે છે–
તીર્થંકરો જગતના જયવંત વર્તો,
“ કારનાદ જિનનો જયવંત વર્તો;
જિનના સમોસરણ સૌ જયવંત વર્તો,
ને તીર્થ ચાર જગમાં જયવંત વર્તો.
– અમે આ સ્તુતિ બોલીએ છીએ; તેમાં ‘ચાર તીર્થ’ જયવંત કહ્યા છે તે કયા?
એક ગીરનાર, બીજું પાવાપુરી, ત્રીજું ચંપાપુરી, ને ચોથું કયું? તે અમને ખબર નથી,
તો જણાવશોજી.
ઉત્તર:– બેન, ચાર તીર્થ જાણવાની તમારી ભાવના ઉત્તમ છે. પણ અહીં તો તમે
ધાર્યા કરતાં બીજા જ ચાર તીર્થ છે: (૧) મુનિ (૨) અર્જિકા (૩) શ્રાવક ને (૪)
શ્રાવિકા–આ ચાર તીર્થ છે. કેમકે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને તીર્થ કહેવાય છે,–જેનાથી
તરાય તે તીર્થ છે; અને એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના ધારક હોવાથી આ મુનિ–
અર્જિકા–શ્રાવક ને શ્રાવિકા એ ચારે જીવોને તીર્થ કહેવાય છે.