પણ તમે નિર્દોષ સુખ ને નિર્દોષ આનંદ લ્યો, બીજા સુખમાં સુખ ન માનો, બીજા
આનંદમાં આનંદ ન માનો, પરવસ્તુમાં ને પરભાવમાં જે સુખ કે આનંદ લાગે છે તે કાંઈ
નિર્દોષ સુખ કે નિર્દોષ આનંદ નથી. નિર્દોષ સુખ ને નિર્દોષ આનંદ તો આત્મામાં જ છે,
માટે ગમે ત્યાં પણ આત્માને ઓળખીને તેનું નિર્દોષ સુખ ને નિર્દોષ આનંદ લ્યો, એ
સિવાય બીજે ક્્યાંય સુખ ન માનો,–કે જેથી દિવ્યશક્તિવાળો આ આત્મા મોહજંજીરોના
બંધનમાંથી છૂટે.
એ મુંઝવણ કેમ મટે? તે મુંઝવણ ત્યાગવા માટે આ સિદ્ધાંત છે કે પાછળથી જેમાં
દુઃખ હોય તે ખરેખર સુખ નથી. જેમકે વિષયોના અનુરાગનું ફળ મહા દુઃખરૂપ છે,
માટે વિષયોમાં સુખ નથી. જે સુખ હોય તેના ફળમાં દુઃખ આવે નહિ. આ રીતે હે
જીવો! આત્માનું સુખ આત્મામાં જ છે એમ તમે સમજો ને તે નિર્દોષ સુખને સર્વત્ર
અનુભવો;–આમ કરવાથી આત્માની મુંઝવણ મટશે ને એ દિવ્યશક્તિવાળો ભગવાન
જંજીરેથી છૂટીને મુક્ત થશે.
પ્રશ્ન:– આત્મા સદા ઉપયોગસ્વરૂપ છે, એટલે શું? ને તેને ઉપયોગમાં લેવા માટે
રાગ પણ ન આવે. આવા ઉપયોગસ્વરૂપે આત્માને લક્ષમાં લેતાં દેહથી ને રાગથી
જુદો આત્મા લક્ષગત થાય છે. આત્માના તીવ્ર પ્રેમપૂર્વક આવી ભિન્નતાનો વારંવાર
અભ્યાસ કરતાં જ્યારે ઉપયોગ અંતર્મુખ થાય છે ત્યારે તે ઉપયોગમાં આત્મા આવે
છે, એટલે આત્માનો અનુભવ થાય છે. ઉપયોગ તે આત્માનો સ્વભાવ છે એટલે તે
સદા ઉપયોગસ્વરૂપ છે.