Atmadharma magazine - Ank 288
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 45

background image
: ૩૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
વૈરાગ્ય સમાચાર:––
વાંકાનેરના રહીશ ભાઈશ્રી છબીલદાસ શામજીભાઈ સંઘવીના સુપુત્રી શ્રી
ઈન્દિરાબેન (–રીટાબેન), જેઓ આપણા બાલવિભાગના સભ્ય હતા (No. 1500)
અને ભૂજની કોલેજમાં B. A. નો અભ્યાસ કરતા હતા, તેઓ તા. ૧૬–૯–૬૭ ભાદરવા
સુદ ૧૩ ના રોજ માત્ર ૧૯ વર્ષની યુવાનવયે બિમારીથી ભૂજ મુકામે સ્વર્ગવાસ પામી
ગયા. શ્રી છબીલદાસભાઈ ગુરુદેવ પ્રત્યે ખાસ ભક્તિભાવ ધરાવે છે ને અવારનવાર
સત્સંગનો લાભ લે છે. આ વૈરાગ્યસમાચાર સંબંધી મુ. શ્રી રામજીભાઈ ઉપરના પત્રમાં
તેઓ વૈરાગ્યપૂર્વક લખે છે કે–
“ચિ. બેન રીટા (ઈન્દિરા) બાલવિભાગની સભ્ય હતી તેથી રૂા. પ૦૧–
તીર્થંકરભગવાનનું કોઈ નાનું પુસ્તક છપાવી બાલવિભાગના સભ્યોને ભેટ તરીકે આપી
ધાર્મિક પ્રભાવના કરવા, અથવા આપને યોગ્ય લાગે તે મુજબ ધાર્મિક પ્રભાવનામાં
વાપરવા, વિચાર છે...આવા વૈરાગ્ય પ્રસંગો નજરે નીહાળીએ છીએ ત્યારે પૂ. ગુરુદેવનો
પરિચય અને ‘આત્મધર્મ’ દ્વારા થતી ધાર્મિક પ્રભાવના ખરેખર આશ્વાસનરૂપ થઈ પડે
છે...બેન રીટાના લગ્ન કે સગપણ થયેલ ન હતા. અમે પાલીતાણા સરવીસમાં હતા ત્યારે
સોનગઢ આવી ગુરુદેવના દર્શનનો લાભ લેતા, આત્મધર્મ વાંચતા; છેલ્લે ગુરુદેવ
વલસાડ પધાર્યા ત્યારે દર્શનનો લાભ લીધો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ સોનગઢ
જીવન વીતાવવા ઈન્દિરાની ઈચ્છા હતી...પરંતુ–!”
છબીલદાસભાઈના ઉપરના પત્રથી ખ્યાલ આવશે કે કોલેજમાં અભ્યાસ કરતા
યુવાન બાળકોમાં પણ આપણો બાલવિભાગ કેવા ઉચ્ચ સંસ્કારો રેડી રહ્યો છે. થોડા
દિવસ પહેલાં જ ૬૦૦ કોલેજિયન સભ્યોની વાત ગુરુદેવે પ્રવચનમાં યાદ કરી હતી.
આપણા આ સ્વર્ગસ્થ બહેન પ્રત્યે બાલવિભાગના સમસ્ત બહેનો–ભાઈઓ
તરફથી તેમ જ સંપાદક તરફથી વાત્સલ્યભીની અંજલિ સાથે એવી ભાવના ભાવીએ
છીએ કે ઈન્દિરાબેનનો આત્મા સમ્યક્ત્વ પામીને જિનવરનો ખરો સંતાન બને અને
જિનચરણની ઉપાસના વડે આ ભવભ્રમણથી છૂટીને સિદ્ધ પદ પામે.
जयजिनेन्द्र.
(બાલવિભાગના કોઈ સભ્યના સ્વર્ગવાસનો આવો પહેલો જ પ્રસંગ છે.
બંધુઓ, બાલવિભાગના તમે દરેક ભાઈ–બહેનો જ્યારે આ વૈરાગ્યસમાચાર વાંચો ત્યારે
એ બહેન પ્રત્યે શાંતિની અંજલિરૂપ પાંચવાર નમોક્કાર મંત્ર જરૂર જપજો.)