આવ્યો, સ્વસમયરૂપ થયો.
ઉપયોગનું લક્ષ બીજેથી હટાવીને આત્માની સમજણમાં જોડ. તારી ચૈતન્યખાણમાં આનંદ
ભર્યો છે. અનાદિથી નિજસ્વરૂપને ભૂલીને અશુદ્ધપણે પરિણમ્યો હતો પણ જ્યાં ભાન થયું
ત્યાં અશુદ્ધતા ટળીને શુદ્ધતાપણે આત્મા પ્રગટ થયો. વસ્તુ પરિણામી છે, તે અશુદ્ધતામાંથી
શુદ્ધતારૂપે પલટે છે એટલે કે પરિણમે છે. જો પરિણમન ન હોય તો દુઃખ મટીને સુખ થાય
નહિ, અશુદ્ધતા છૂટીને શુદ્ધતા થાય નહિ. નિત્ય રહીને વસ્તુ પરિણમે છે.
શુદ્ધસ્વરૂપનો અનુભવ થયો એટલે શુદ્ધરત્નત્રય પ્રગટ થયા. આત્મા પોતે પોતાના
ચૈતન્યબાગમાં આનંદ–ક્રીડા કરવા લાગ્યો.– આત્મામાં આવું પરિણમન પ્રગટ્યું તે
અપૂર્વ મંગળ છે, તે ચૈતન્ય ઘરમાં સાચું વાસ્તુ છે....ધર્માત્મા મોક્ષમાર્ગમાં કેલિ કરે છે.
કેલિ કરેં શિવમારગમેં જગમાંહિં જિનેશ્વરકે લઘુનંદન.
તારું ઘર તો ચૈતન્યમય છે. જેમાં સુખ હોય તે તારું ઘર હોયને? સુખ તો તારા
ચૈતન્યઘરમાં છે, તેમાં વસ. પત્થરનું ઘર તારું નહિ, રાગ પણ તારું ઘર નહિ, તારું ઘર
તારું રહેઠાણ તો ચૈતન્યમય છે. આવા સ્વઘરમાં તું કદી આવ્યો નહિ.–
પરઘર ભ્રમત બહુત દિન બીતે, નામ અનેક ધરાયે...
બનારસીદાસજી (આ ૩૧ માં કળશ ઉપર) કહે છે કે–
દ્રગ–જ્ઞાન–ચરન ત્રિવિધિ પરિનયો હૈ