Atmadharma magazine - Ank 288
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 45

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૩૯ :
વિસદ વિવેક આયો, અચ્છો વિસરામ પાયો,
આપુહીમેં આપનો સહારો સોધિ લિયો હૈ.
કહત બનારસી ગહત પુરુષારથકો,
સહજ સુભાવસોં વિભાવ મિટિ ગયો હૈ.
પન્ના કે પકાયેં જૈસેં કંચન વિમલ હોત,
તૈસે શુદ્ધ ચેતન પ્રકાશરૂપ ભયો હૈ.
।।
ચોથા ગુણસ્થાને શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં આવી દશા પ્રગટે છે; ત્યાંથી જ
રત્નત્રય શરૂ થઈ જાય છે. શુદ્ધાત્માની અનુભૂતિમાં રત્નત્રય સમાય છે. ‘સર્વગુણાંશ તે
સમ્યક્ત્વ’–એટલે સમ્યક્ત્વ થતાં અનુભૂતિમાં સર્વે ગુણોની શુદ્ધિનો અંશ પ્રગટે છે,
જ્ઞાનાદિ સર્વ ગુણો એકદેશ પ્રગટ થાય છે. આવા સમ્યક્ત્વના મહિમાની જગતને ખબર
નથી. ચોથા ગુણસ્થાનેય નિર્વિકલ્પદશા હોય છે, અતીન્દ્રિય આનંદનો અનુભવ હોય છે,
સ્વરૂપાચરણ ચારિત્ર હોય છે, અતીન્દ્રિય સ્વસન્મુખ મતિશ્રુત હોય છે.–પણ તે વાત
અજ્ઞાનીને સમજાતી નથી. અહીં સમ્યક્ત્વ થતાં આત્મામાં કેવી શુદ્ધિ પ્રગટે છે તે બતાવ્યું
છે. શુદ્ધસ્વરૂપના અનુભવમાં રત્નત્રય સમાય છે, તેમાં ચૈતન્યની પરમ શાંતિની
ભરમાર છે ને તેને સમજતાં બેડો પાર છે.
– * –
* ખેડબ્રહ્માથી બાલવિભાગના સભ્ય લખે છે કે અહીં એક ઘર હોવા છતાં અમે
પ્રાંતિજથી પ્રતિમાજી લાવ્યા છીએ ને પર્યુષણ ઉત્સાહથી ઉજવ્યા છે. આત્મધર્મમાં બહુ
રસ પડે છે.
* પર્યુષણપર્વ ઠેર ઠેર આનંદથી ઉજવાયા છે. જામનગર, ખેરાગઢ, મુંબઈ,
મોરબી, વાંકાનેર, અમદાવાદ, ઘાટકોપર, ચોરીવાડ વગેરેથી પર્યુષણપર્વ આનંદથી
ઉજવાયાના સમાચારો આવ્યા છે. તથા રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરેના અનેક શહેરોથી
પણ પર્યુષણપર્વ સાનંદ ઉજવાયાના સમાચારો આવ્યા છે.
* હિંમતનગરમાં ઓકટોબર તા. પ થી ૧૦ સુધી જૈનધર્મનો શિક્ષણવર્ગ ચાલ્યો.
તથા આસો સુદ દસમ (તા. ૧૩) ના રોજ ત્યાં જૈન સ્વાધ્યાય મંદિરનું શિલાન્યાસ
દહેગામવાળા ભીખાલાલભાઈ તથા તેમના સુપુત્ર હીરાભાઈના સુહસ્તે થયું છે.
હિંમતનગર મુમુક્ષુમંડળને ઘણો ઉત્સાહ છે.