Atmadharma magazine - Ank 289
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 45

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૭ :
પ્ર પ્ર
દુઃખ વખતે જ સુખ– આત્માનો સુખસ્વભાવ છે. નિજસ્વરૂપના અજ્ઞાનને લઈને જીવ જોકે
દુઃખમાં આવ્યો છે, પણ દુઃખ વખતેય પોતાની સુખશક્તિને ભેગી રાખીને દુઃખમાં આવ્યો છે,
દુઃખ વખતેય સુખશક્તિ તો અંદર સાથે રાખી જ છે. દુઃખને મટાડવાની શક્તિ ભેગી લઈને
દુઃખમાં આવ્યો છે. આવી નિજશક્તિનું ભાન કરતાં સુખશક્તિનું કાર્ય એવું સુખ પ્રગટે છે ને
દુઃખ ટળે છે.
દેવ–ગુરુની ઓણખાણ– જેણે પોતાનું હિત કરવું છે તેને દેવમૂઢતા ને ગુરુમૂઢતા ટળવી
જોઈએ. આત્માર્થીને પોતાને તરવું છે તો સામે પણ તરનારા દેવ–ગુરુ કેવા હોય તેને પોતાના
આત્મભાવથી તે ઓળખી લ્યે છે. પોતાને આત્મઅનુભવ સાધવો છે તો સામે આત્મ–
અનુભવને પામેલા એવા દેવ–ગુરુ કેવા છે તેને પોતે પોતાના ભાવ સાથે મેળવીને ઓળખી
લ્યે છે. અને ધર્માત્માની આવી ખરી ઓળખાણ કરીને પછી પોતે પણ એમના જેવી દશા
પ્રગટ કરે છે. આત્મભાવથી ધર્માત્માને ઓળખતાં દેવમૂઢતા–ગુરુમૂઢતા ટળે છે ને તે
ઓળખાણ પોતાને જરૂર સમ્યકત્વનું કારણ થાય છે.
ધર્મીની પ્રીતિ શેમાં છે? –ધર્મીની પ્રીતિનો વિષય તો અનંત ચૈતન્યવૈભવથી ભરપૂર આત્મા
જ છે, તેમાં જ એમની દ્રષ્ટિ છે, એમના સ્વાનુભવમાં એનો જ સ્વીકાર છે, ઈન્દ્રપદ કે
શુભરાગ એ એમની પ્રીતિનો કે એમના સ્વાનુભવનો વિષય નથી. નાનામાં નાના
સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા હોય તેમની પણ આવી જ અંર્તદશા હોય છે. એવી અંર્તદશાને ઓળખે
ત્યારે ધર્માત્માને ઓળખ્યા કહેવાય, ને ત્યારે પોતામાં પણ ભેદજ્ઞાન થાય.
જ્ઞાનીનું જ્ઞાન– જ્ઞાનીનું જ્ઞાન આત્મામાં તન્મયપણે ઉપજે છે, રાગમાં તન્મયપણે ઉપજતું
નથી; એટલે તે જ્ઞાનને રાગની સાથે કર્તાકર્મપણું નથી. જ્ઞાનીનું તે જ્ઞાન રાગનું અકર્તા છે.
કર્તાની શોધ ક્્યાં કરવી? –કોઈ પણ પર્યાયના કર્તાને તારે શોધવો હોય તો, તે પર્યાયને
કોની સાથે અનન્યપણું છે–તે શોધી લે.....જેની સાથે અનન્યપણું હોય તેની સાથે જ કર્તા–
કર્મપણું છે, બીજા કોઈ સાથે નહીં.