Atmadharma magazine - Ank 289
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 45

background image
: ૧૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
સન્તોનો સિંહનાદ
જિનવાણી–માતાજી જગાડે છે ને ભગવાનપણું દેખાડે છે

અહા, જિનવાણીમાતાજી પ્રેમથી જગાડે છે, સન્તો કરુણાથી જગાડે છે: હે જીવ! હવે તો તું
જાગ! ને તારી નિજશક્તિના વૈભવને દેખ. અનંતકાળથી મોહનિદ્રામાં સૂતો ને નિજવૈભવને
ભૂલ્યો, પણ હવે તો આ જિનવચનરૂપી અમૃતવડે તું જાગ. જેમ રાવણની શક્તિવડે મૂર્છિત થયેલા
લક્ષ્મણને રામ જગાડતા હતા, તેમ અહીં મોહરાવણથી મૂર્છિત જીવોને આતમરામી સન્તો જગાડે
છે, ને ‘વિ–શલ્યા’ એટલે શલ્યરહિત આત્મપરિણતિ (સમ્યકશ્રદ્ધા) આવતાં જ મોહમૂર્છા દૂર
થઈને આત્મા નિજશક્તિને સંભાળતો જાગે છે, ને મોહરૂપી રાવણને હણી નાંખે છે. અહા,
આતમરામી સન્તો તને જગાડે છે, તો હે ભાઈ! હવે તો તું જાગ! આ સમયસારના મંત્રોવડે તું
શીઘ્ર જાગ. જાગીને તારા આત્મવૈભવને દેખ. હવે જાગીને મોક્ષમાં જવાનાં ટાણાં આવ્યા છે. ૧૬
વર્ષ કરતાંય નાની ઉંમરમાં શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે ‘રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયો;
નિદ્રાથી મુક્ત થયા, હવે ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજે. ’
મારું પરમેશ્વરપણું મારામાં છે–એમ સ્વીકાર તો કરો. એક વાર શ્રીમદ્ રાજચંદ્રજીએ કોઈ
ભરવાડલોકોમાં અનુકરણની જિજ્ઞાસાબુદ્ધિ દેખીને તેઓને કહ્યું કે ‘ભાઈઓ’ આંખો મીચી
જાઓ, ને અંદર હું પરમેશ્વર છું એમ વિચાર કરો. ’ તે ભરવાડ ભદ્ર હતા, તેમણે એ વાતમાં શંકા
કે પ્રતિકાર ન કર્યો, પણ વિશ્વાસથી એમ વિચાર્યું કે આ કોઈ મહાત્મા છે ને અમને અમારા
હિતની કંઈક અપૂર્વ વાત કહે છે; જગતના જીવો કરતાં આમની ચેષ્ટા કંઈક જુદી લાગે છે. તેમ હે
ભદ્ર! અહીં કુંદકુંદસ્વામી જેવા પરમ હિતકારી સન્તો તને તારું સિદ્ધપણું બતાવે
છે, તો તું
ઉલ્લાસથી તેની હા પાડ, ને હું સિદ્ધ છું–એમ તારા આત્માને ચિંતનમાં લે, અંતરમાં સમ્યજ્ઞાનરૂપી
સુપ્રભાત ઉગાડ ને મોહનિદ્રા છોડીને આત્માના વૈભવને સંભાળ. અનાદિથી સંયોગવાળો ને
વિકારવાળો જ આત્મા માનીને તું અજ્ઞાનમાં સૂતો. તે માન્યતા હવે છોડ, ને અનંતગુણના ધામ
એવા આત્માને દેખ.....અનંત કિરણોથી ઝગઝગતા ચૈતન્યસૂર્યનો પ્રકાશ દેખ, આ ભાવનિદ્રામાંથી
ઢંઢોળીને સન્તો અને જિનવાણીમાતા તને તારી નિજશક્તિ બતાવે છે.
એક સિંહના બચ્ચાની વાત આવે છે........
–જુઓ સામે પાને