: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૧૭ :
પરમ શાંતિદાતારી અધ્યાત્મભાવના
(લેખાંક–પ૬)
(વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ ૧૧)
જીવને જેમાં હિતબુદ્ધિ હોય છે તેમાં શ્રદ્ધા અને લિનતા થાય છે એ વાત ગાથા ૯પ માં
કરી. હવે, જે વિષયમાં જીવને હિતબુદ્ધિ ન હોય તે વિષયમાં તેને શ્રદ્ધા કે લીનતા થતી નથી,
એટલે તેમાં તે અનાસક્ત જ હોય છે, –એમ કહે છે–
यत्रानाहितधीःपुंसःश्रद्धा तस्मान्निवर्तते।
यस्मान्निवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः।। ९६ ।।
હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું ને દેહાદિ અચેતન છે–એમ જ્યાં બંનેની ભિન્નતા જાણી, ત્યાં
આત્મામાં આત્મબુદ્ધિ થઈને દેહમાંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ. જેમાં આત્મબુદ્ધિ ન હોય તેમાં
લીનતા પણ હોય નહીં. જેને પોતાથી ખરેખર ભિન્ન જાણ્યા તે વિષયોમાં સુખબુદ્ધિ ન રહી,
સુખબુદ્ધિ ન રહી એટલે શ્રદ્ધા તેનાથી પાછી ફરી ગઈ, ને જેમાં શ્રદ્ધા ન હોય તેમાં લીનતા પણ
હોય નહીં. –આ રીતે જ્ઞાની ધર્માત્મા જગતના સર્વ વિષયો પ્રત્યે અનાસક્ત છે.
અરે જીવ! એકવાર તું નક્કી તો કર કે તારું હિત ને તારું સુખ શેમાં છે? જેમાં સુખ લાગે
તેની રુચિ ને તેમાં લીનતા થાય. આત્માનું જ્ઞાનપદ બતાવીને આચાર્યદેવ કહે છે કે–
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.
આ જ્ઞાનસ્વરૂપ આત્મા સિવાય બીજે ક્્યાંય તારું સુખ નથી, માટે તેની રુચિ ન કર,
પ્રીતિ ન કર, તેમાં એકતા ન માન. સુખ તો આત્માના અનુભવમાં છે. એકવાર આવું લક્ષ કરે
તોય એના પરિણામનો વેગ પર તરફથી પાછો વળી જાય.....એના વિષયો અતિ મંદ પડી જાય;
જેમાં સુખ નહિ તેનો ઉત્સાહ શો? જ્ઞાની બાહ્યસામગ્રી વચ્ચે ઊભેલા દેખાય, રાગ પણ દેખાય,
પણ એની રુચિની દિશા પલટી ગઈ છે, એની શ્રદ્ધા શુદ્ધાત્મામાં જ પ્રવેશી ગઈ છે, એટલે
શુદ્ધાત્માની શ્રદ્ધા કે પ્રીતિ છોડીને તેને કોઈ રાગ આવતો નથી. સ્વભાવનું