: ૧૮ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
સુખ જેણે ચાખ્યું તેને પરભાવમાં ક્્યાંય એકત્વબુદ્ધિથી લીનતા થાય જ નહીં. આ રીતે જ્ઞાનીની
પરિણતિ પર વિષયોથી પાછી વળીને નિજાત્માને જ ધ્યેય બનાવે છે. ।। ૯૬ ।।
હવે ધ્યેયરૂપ શુદ્ધઆત્મા કે જેમાં ચિત્તને લીન કરવાનું છે, તેની ઉપાસના બે પ્રકારે છે–
એક ભિન્ન ઉપાસના અને બીજી અભિન્ન ઉપાસના. એ બંનેનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત સમજાવે છે;
તથા તેનું ફળ પણ બતાવે છે.
ધર્માત્માને જે વિષયમાં ચિતની લીનતા કરવા જેવી છે તે ધ્યેયની ઉપાસના બે પ્રકારે છે–
એક તો ભિન્ન આત્મા–અરહંત–સિદ્ધભગવાન;અને બીજું–અભિન્ન એવો પોતાનો આત્મા. તેમાં
ભિન્ન આત્માની ઉપાસનાનું ફળ શું છે તે દૃષ્ટાંત સહિત બતાવે છે–
भिन्नात्मानमुपास्यात्मा परा भवति तादशः
वतिदीपं यथोपास्य भिन्ना भवति तादशी।।९७।।
આ આત્મા પોતાથી ભિન્ન એવા અરિહંત તથા સિદ્ધ પરમાત્માની ઉપાસના–
આરાધના કરીને તેમના જેવો પરમાત્મા પોતે થઈ જાય છે. –કઈ રીતે? કે દીપકથી ભિન્ન
એવી જે વાટ તે પણ દીપકની આરાધના કરીને (અર્થાત્ તેની અત્યંત નીકટતા પામીને) પોતે
દીપકસ્વરૂપ થઈ જાય છે, તેમ અરિહંત અને સિદ્ધ પરમાત્માના સ્વરૂપને ધ્યાવતાં આત્મા પોતે
પરમાત્મા થઈ જાય છે.
સમયસારની પહેલી ગાથામાં પણ આ વાત કરી છે કે–(वंदित्तु सव्वसिद्धे) સર્વ સિદ્ધને
વંદન કર્યા.....કઈ રીતે? કે સિદ્ધભગવંતો પૂર્ણ શુદ્ધતાને પામેલા છે તેથી, સાધ્યસ્વરૂપ જે
શુદ્ધઆત્મા તેના પ્રતિછંદના સ્થાને છે, તેથી તે સિદ્ધ ભગવાનને ધ્યાવી–ધ્યાવીને એટલે કે તેમના
જેવા પોતાના શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરીને આ આત્મા પણ તેમના જેવો શુદ્ધ થઈ જાય છે. આ રીતે
ભિન્નમાંથી અભિન્નમાં આવી જાય, પરલક્ષ છોડીને સ્વતત્ત્વને લક્ષમાં લ્યે ત્યારે તેની ભિન્ન–
ઉપાસના પણ સાચી કહેવાય; ને તે પોતે ઉપાસ્ય જેવો પરમાત્મા બની જાય. પણ એકલા પર
સામે જ જોયા કરે તો તેને ભિન્ન ઉપાસના પણ સાચી થતી નથી, ને તેનું ખરૂ ફળ તે પામતો
નથી.
વળી પ્રવચનસાર ગા ૮૦માં પણ કહ્યું છે કે–
જે જાણતો અર્હંતને ગુણ–દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.