: ૨૬ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
તેમની આત્મપ્રધાન વાણીથી, તેમના ચૈતન્યઉત્સાહથી, તેમની કોઈ વિશિષ્ટ વીતરાગી–
આત્મચેષ્ટાથી ઓળખાય છે. જ્ઞાનીને ઓળખવા માટે પણ ખાસ મુમુક્ષુતા હોય છે. યથાર્થ લક્ષે
જ્ઞાનીને ઓળખતાં મહાન આત્મલાભ થાય છે.
प्रः– परवस्तुको अपना मानते हैं वह भूल हमारी किस उपायसे टले?
ઉ:– સત્સમાગમ દ્વારા ચેતન અને જડના ભિન્ન લક્ષણો જાણીને, વારંવાર તેનો અભ્યાસ
કરવાથી જ્યારે સ્વ–પરનું બરાબર ભેદજ્ઞાન થાય છે ત્યારે જીવ પોતાને શુદ્ધચેતનારૂપે જ અનુભવે
છે, ને ત્યારે પરવસ્તુને તે જરાપણ પોતાની માનતો નથી. –આ રીતે ભેદજ્ઞાન વડે ભૂલ ટળે છે.
પ્રશ્ન:– આઠ કાટખૂણાવાળી એક આકૃતિ જેને જૈનો માંગલિક માને છે, હીટલર પણ જેને
પોતાનું ચિહ્ન માનતો, જે ચાર ગતિનો અભાવ અને અરહંતદેવના ચતુષ્ટયની દર્શક છે; એના
મધ્યબિંદુથી નીચે મુજબ લીટીઓ નીકળે છે:–
(૧) ઊંચે જઈને આડી થાય. (૨) આડી થઈને નીચે જાય.
(૩) નીચે જઈને પાછી જાય. (૪) પાછી વળીને ઉપર જાય.
–એ આકૃતિ કઈ? (K.M.Jain સોનગઢ)
ઉત્તર:–
પ્રશ્ન:– તમે મુનિઓને માનો છો?
ઉત્તર:– જી હા; ઘણી જ ભક્તિથી. પૂ. શ્રી કાનજીસ્વામી તો પ્રવચનમાં રોજેરોજ
કુંદકુંદાચાર્યદેવ, અમૃતચંદ્રસ્વામી, વીરસેનસ્વામી, સમન્તભદ્રસ્વામી વગેરે દિગંબર મુનિવરોને
અતિશય ભક્તિપૂર્વક યાદ કરી કરીને તેમનો મહિમા ને વંદન કરે છે; એવા સંત મુનિરાજના
દર્શનની રોજ ભાવના ભાવે છે ને એવા કોઈ મુનિરાજ દર્શન આપે તો પરમ ભક્તિથી એમના
ચરણ સેવીએ–એમ વારંવાર કહે છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો જતો હશે કે તેઓએ ભક્તિપૂર્વક
મુનિઓને યાદ ન કર્યા હોય! પણ, અત્યારે એવા સાચા મુનિરાજના દર્શન જ અહીં દુર્લભ થઈ
ગયા છે, –ત્યાં શું થાય! અરે, આઠ વર્ષના બાળક પણ દિગંબર મુનિ થઈને આત્માના આનંદમાં
ઝુલતા હોય–તેનો જે અપાર મહિમા ગુરુદેવ સમજાવે છે તે સાંભળતાં તે મુનિરાજ પ્રત્યે ભક્તિથી
મુમુક્ષુના રોમરોમ ઉલ્લસી જાય છે.
પ્રશ્ન:– શરીરને કષ્ટ આપ્યા વગર મોક્ષ જવાય?
ઉત્તર:– આ પ્રશ્ન જીવ અને શરીરની ભિન્નતાના ભેદજ્ઞાનનો અભાવ સૂચવે છે. ભાઈ,
મોક્ષ આપણે જવું ને તેને માટે કષ્ટ શરીરને દેવું–એ ક્્યાંનો ન્યાય? શરીર તો જડ છે, એને કષ્ટ
શું? ને સુખ શું? કંઈ શરીરને કષ્ટ દેવાથી મોક્ષ થવાનું ભગવાને નથી કહ્યું, ભગવાને તો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધનાથી મોક્ષ થવાનું કહ્યું છે; ને તે આરાધના તો બહુ જ
આનંદકારી છે, તેમાં કાંઈ કષ્ટ નથી. એવી આરાધના કરનાર જીવને શરીરનો મોહ રહેતો નથી.