Atmadharma magazine - Ank 289
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 45

background image
: ૨૮ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
શ્રીમદ્ – રાજચંદ્ર જન્મશતાબ્દિ – લેખમાળા (૨)
સં. ૧૮૨૪માં કારતક સુદ પૂર્ણિમાએ વવાણીયા (મોરબી) માં
જન્મીને સૌરાષ્ટ્ર–ગુજરાતમાં અધ્યાત્મધારા વહેવડાવનાર આત્મજ્ઞસંત શ્રીમદ્
રાજચંદ્રજીના જન્મને આ કારતક સુદ પૂર્ણિમાએ સો વર્ષ પૂર્ણ થઈને ૧૦૧ મું
વર્ષ શરૂ થશે. આજે તો તેઓ આપણી સમક્ષ નથી પણ આત્માની મુમુક્ષુતાને
જગાડનારા તેમનાં વચનો આજેય હજારો જિજ્ઞાસુઓ હોંશે હોંશે વાંચે–
વિચારે છે. ને તેનું જ થોડુંક દોહન આપણી આ લેખમાળામાં રજુ થાય છે.
ગતાંકમાં એક લેખમાળા રજુ થયેલી, તે ઉપરાંત બીજા અનેક
મુમુક્ષુઓ તરફથી વચનામૃતો મળ્‌યા છે. જેમાં ખાસ કરીને ડો. પી. વી. શાહ
(સુરત), ધ્રાંગધ્રા, કેશવલાલ ઉગરચંદ (રમોસ), હર્ષદાબેન જૈન
(પાલનપુર), રાજાબહાદુર જૈન (ખંડવા) હેમકુંવરબેન (ભીલાઈ)
પ્રભાવતીબેન (ભાવનગર) મીનાબેન જૈન (સોનગઢ) ભીખાલાલ
વર્દ્ધમાન (ગઢડા) વગેરે તરફથી અનેક વચનામૃતો મળ્‌યા છે, તેમાંથી
સંકલન કરીને (અને કેટલાક સંપાદક તરફથી ચૂંટીને) આ લેખમાળામાં
ક્રમેક્રમે રજુ કરવામાં આવશે. જે મુમુક્ષુઓએ ઉત્સાહપૂર્વક આ વચનામૃતો
પસંદ કરીને લખી મોકલ્યા છે તેમનો આભાર માનીએ છીએ. ધાર્યા કરતાં
ઘણાં વધુ વચનામૃતો પ્રાપ્ત થયા છે, એટલે હવે કારતક સુદ પુનમ પછી ન
મોકલવા વિનંતી છે.
એક વાત આજે યાદ આવે છે. સં. ૧૯૪૬ થી ૧૯પ૭ એ ૧૧ વર્ષ
દરમિયાન શ્રીમદ્ રાજચંદ્રજી અને પૂ. શ્રી કાનજી સ્વામી–એ બંને એક સાથે
આ સૌરાષ્ટ્રની ધરતીને પાવન કરતા હતા.....બંનેની વય વચ્ચે માત્ર ૨૨
વર્ષનું જ અંતર છે. એ રીતે ૧૧ વર્ષ સુધી બંનેનું સમકાલીનપણું હતું. ને
ભાવ અપેક્ષાએ પણ સમ–ભાવીપણું છે. આપણા ‘આત્મધર્મ’ નું એ એક
ગૌરવ છે કે આજે ‘રજતજયંતિ’ વર્ષમાં પ્રવેશકાળે એ બંને મહાત્માઓનાં
વચનામૃતને એકસાથે તે રજુ કરી રહ્યું છે.
(– બ્ર. હ. જૈન)
(૧) જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્મપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે
તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે તે તીર્થંકરદેવને,
સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.
(૪૩૬)