Atmadharma magazine - Ank 289
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 45

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૨૯ :
(૨) શ્રી જિન વીતરાગે દ્રવ્ય–ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; અને
તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડ માર્ગ કહ્યો છે, તે શ્રી
જિનવીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.
(પ૮૮)
(૩) અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે; જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન
વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી.”
(૧૯૪)
(૪) જો કોઈ આત્મજોગ બને તો, આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું
છે...... આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. (પ૬૯)
(૪અ) આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે–એવો પરમપુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત
પ્રત્યક્ષ છે.
(પ) આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.
(૮પ)
(૬) આ કાળને વિષે પૂર્વે ક્્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો,
તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો ‘માર્ગ’ પ્રાપ્ત કરવો દુષ્કર હોય, એમાં આશ્ચર્ય નથી. તથાપિ,
જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખ્યો જ નથી તે આ કાળને વિષે પણ અવશ્ય તે
માર્ગને પામે છે.
(૭૨૭)
(૭) શ્રી ઋષભદેવજી ભગવાનનો ૯૮ પુત્રોને ઉપદેશ:–
હે આયુષ્યમાનો! આ જીવે સર્વ કર્યું છે, એક આ વિના.....તે શું? તો કે નિશ્ચય કહીએ
છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્‌યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા
નથી.
(૧૯૪)
(૮) જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કાંઈ મારે
કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. (૬૦૯)
(૯) સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે, એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય
છે. (૬૭૦)
(૧૦) અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ
કર્તવ્ય છે. (૭૧૨)
(૧૧) આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશો. જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે,
અને આકુળતા કરતાં પણ જે થવા યોગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે.
(૧૨) પરમાત્મા એમ કહે છે કે–તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, અને તેના