: ૩૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારું છે–એમ ન માનો. (૨૨૩)
(૧૩) પરમાત્મામાં પરમ સ્નેહ, ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તોપણ કરવો યોગ્ય જ છે.
(૧૪) દેહધારીને વિટંબના એ તો એક ધર્મ છે, ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું?
(૧૩૪)
(૧પ) ‘હું શરીર નથી પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું;
આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી; માટે ખેદ કર્તવ્ય
નથી’ –એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. (૯૨૭)
(૧૬) સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન
સાંભળ્યા નથી, અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ શ્રી તીર્થંકર કહે છે.
(૪પ૪)
(૧૭) જ્ઞાનીપુરૂષને કાયાને વિષે આત્મબુદ્ધિ થતી નથી, અને આત્માને વિષે કાયાબુદ્ધિ
થતી નથી; બેય સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે. (પ૦૯)
(૧૮) અમારા ચિત્તમાં તો એમ આવે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિષે સંસારની
પ્રતિકૂળદશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાસેલો એવો
આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા
યોગ્ય છે. (૪૯૨)
(૧૯) સર્વ જગતના જીવો કંઈને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે; મોટો ચક્રવર્તી
રાજા તે પણ વધતા વૈભવ–પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે. અને મેળવવામાં સુખ માને છે.–
–પણ અહો! જ્ઞાનીઓએ તો તેનાથી વિપરીત જ સુખનો માર્ગ નિશ્ચિત કર્યો કે– ‘કિંચિત્
માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. ’ (૮૩૨)
(૨૦) જ્ઞાનીપુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય, એ કલ્યાણ વિષેનો મોટો નિશ્ચય છે.
(૪૭૦)
(૨૧) જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈ અંતરભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું
જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે? (૬૪૨)
(૨૨) મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. (૮૨૬)
(૨૩) જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. અને જે કોઈ અંતર માને છે તેને
માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. (૨૨૩)
(૨૪) જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થતી
નથી. (૨૨૩)