: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૩૧ :
(૨પ) કોઈ પણ જીવને અવિનાશીદેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી, તથા
સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે; એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે; તેમ છતાં
પણ આ જીવ તે વાત ફરીફરી ભૂલી જાય છે, એ મોટું આશ્ચર્ય છે. (પ૬૮)
(૨૬) અચિંત્ય જેનું માહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ
બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય છે. (૯૩૬)
(૨૭) જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે, એમ જ્ઞાનીપુરુષો કહી ગયા છે, –જે
વાત જરૂર આપણે વિચારવા યોગ્ય છે. (૩૭૪)
(૨૮) વ્યાવહારિક ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું, એ એક માર્ગ પામવાનું સાધન
છે. (૧૯૨)
(૨૯) બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી;– તો પછી ધર્મ–
પ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો? (૪૭)
(૩૦) અત્યંત દુષમકાળ છે તેને લીધે, અને હતપુણ્યલોકોએ ભરતક્ષેત્રે ઘેર્યું છે તેને લીધે,
પરમસત્સંગ સત્સંગ કે સરળપરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે, –એમ જાણી
અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. (અભ્યંતર પરિણામ–અવલોકન)
(૩૧) જ્ઞાનીપુરુષનાં વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય.
(પ૬૦)
(૩૨) જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે. (પ૬૦)
(૩૩) સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ તથા
માનાદિનું પાતાળાપણું, એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી. (પ૨૭)
(૩૪) અસાર અને કલેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ
નિર્ભય કે અજાગૃત રહે તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે
છે, એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને, નિરૂપાય પ્રસંગમાં, કંપતા ચિત્તે, ન જ છૂટકે, પ્રવર્તતું ઘટે
છે, –એ વાતનો મુમુક્ષુ જીવે કાર્ય કાર્ય ક્ષણેક્ષણે અને પ્રસંગેપ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા
રહેવી દુર્લભ છે. અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. (પ૬૧)
(૩પ) જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય
આવ્યા વિના રહે નહીં; કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. (પ૭૦)
(૩૬) મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં, જો મુમુક્ષુતા આવી હોય તો નિત્ય
પ્રત્યે તેનું સંસારબળ ઘટ્યા કરે.