: ૩૨ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
સંસારમાં ધનાદિ સંપતિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસારપ્રત્યે જે જીવની ભાવના તે મોળી
પડ્યા કરે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય.
(૩૭) જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું
સફળ થવું કયારે સંભવે? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણક છે. (૧૯૯)
(૩૮) જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કાંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.
(૨૭૪)
(૩૯) અસત્સંગ અને અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી.
(૪૦) આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણેક્ષણે ભાસ્યા કરે, એ
મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. (૪૯૮)
(૪૧) એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય
નિવૃત્ત થાય છે;– તે કયો? અને કેવા પ્રકારે? તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. (૪૭૧)
(૪૨) સત્ એ કાંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. (૨૧૧)
(૪૩) જેને (સત્) પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે, તેણે પોતે કાંઈ જ જાણતો નથી–
એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી ‘સત્’ ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું.
તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. (૨૧૧)
(૪૪) આ જે વચનો લખ્યાં છે તે સર્વે મુમુક્ષુને પરમ બાંધવરૂપ છે; એ તમને અને કોઈ
પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. (૨૧૧)
(૪પ) માત્ર જ્ઞાનીને ઈચ્છે છે ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે, અને તે
ઉત્તમ મુમુક્ષુ જાણવા યોગ્ય છે. (૩પપ)
(૪૬) આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુજીવે સંક્ષેપ કરવો ઘટે છે, કેમકે તે
વિના પરમાર્થ અવિર્ભાવ થવો કઠણ છે. (૬પ૩)
(૪૭) આરંભ–પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પુરુષના વચનનું
અથવા સત્શાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. (૭૮૩)
(૪૮) જે કાંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કાંઈ પ્રિય કરવા
જેવું નથી, આ અમારો નિશ્ચય છે. (૧૯૮)
(૪૯) વિશાળબુદ્ધિ મધ્યસ્થતા સરળતા અને જિતેન્દ્રિયપણું–આટલા ગુણો જે આત્મામાં
હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે (૪૦)
(પ૦) પ્રથમ મનુષ્યને યથાયોગ્ય જિજ્ઞાસુપણું આવવું જોઈએ છે; પૂર્વના આગ્રહો અને
અસત્સંગ ટળવા જોઈએ છે. એ માટે પ્રયત્ન કરશો. (૧૭૮) (અનુસંધાન પૃષ્ઠ ૩૭)