Atmadharma magazine - Ank 289
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 45

background image
: ૩૬ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
જીવની નિત્યતા
રાજસ્થાનમાં આઠ વર્ષની ‘સોના’ ને પૂર્વજન્મનું જ્ઞાન
પૂર્વભવમાં જુનાગઢની ગીતા ને વર્તમાનમાં વાંકાનેરની રાજુલ, જે હમણાં સાત વર્ષની
છે, તેને અઢી વર્ષની વયે પૂર્વજન્મની સ્મૃતિ આવવાનો કિસ્સો આપણે જાણીએ છીએ, ને ઘણાએ
તે રાજુલબેનને નજરે પણ જોઈ છે; હમણાં ‘મુંબઈ સમાચાર’ માં પણ આ પ્રકારના એક
કિસ્સાનો ઉલ્લેખ આવ્યો છે. તેમાં લખેલ છે કે–સોના નામની આઠ વર્ષની એક બાળાએ પોતાના
ગતજન્મની સાચેસાચી વિગતો આપીને સૌ કોઈને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે. બાળાએ
પોતાના પૂર્વજન્મ સંબંધે જે કાંઈ કહ્યું હતું તેની સત્તાવાર તપાસ કરતાં તે સાચેસાચું પૂરવાર થયું
છે. પૂરેપૂરી તપાસ બાદ કોટાના કલેકટર શ્રી બી. પી. શુદેએ જણાવ્યું હતું કે સોનાએ જે કાંઈ કહ્યું
છે તે પૂરેપૂરું સત્ય જ છે તેની મને ખાતરી થઈ છે. પુનર્જન્મનો આ એક ખરો કિસ્સો છે. બેન
સોનાએ પોતાના ગતજન્મના મકાનને તેમજ સંબંધીઓને નામ સહિત ઓળખી બતાવ્યા હતા.
(સોના તે રાજસ્થાનમાં કોટા જિલ્લાના ખજુરાણા ગામની છે.)
જો કે સોનગઢને માટે આ કોઈ આશ્ચર્યની વાત નથી, કેમકે આરાધકભાવ સહિતના
અત્યંત સ્પષ્ટ ધાર્મિક જાતિસ્મરણવાળા જીવો જ્યાં નજરે દેખાતા હોય ત્યાં તેમના લોકોત્તર
પવિત્રજ્ઞાન પાસે બીજું જ્ઞાન આશ્ચર્ય ઉપજાવતું નથી, પણ જીવોને આવા ઉદાહરણથી આત્માની
નિત્યતા અને પુનર્જન્મની પ્રતીતિ પુષ્ટ થાય તે કારણે આવા બનાવોનો ઉલ્લેખ કરીએ છીએ.
બાકી તો ‘આત્મસિદ્ધિ’ માં આત્માની નિત્યતા સરસ રીતે યુક્તિપૂર્વક સિદ્ધ કરતાં શ્રીમદ્
રાજચંદ્રજીએ કહ્યું છે કે–
દેહ માત્ર સંયોગ છે, વળિ જડ, રૂપી દ્રશ્ય, ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વસ્ય?
જેના અનુભવવશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન, તે તેથી જુદા વિના, થાય ન કેમેં ભાન.
જે સંયોગો દેખીયે, તે તે અનુભવ દ્રશ્ય, ઉપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ.
જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને, ક્્યારે કદી ન થાય.
કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.
ક્રોધાદી તરતમ્યતા, સર્પાદિકની માંય, પૂર્વજન્મ સંસાર તે, જીવ નિત્યતા ત્યાંય
આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદી વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.
અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વેદનાર, વદનોે તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર.
ક્્યારે કોઈ વસ્તુનો, કેવળહોય ન નાશ, ચેતન પાસે નાશ તો, કેમાં ભળે તપાસ
આ રીતે આત્મા નિત્ય છે; અને ક્ષણિકસંયોગી એવા આ શરીરથી તે જુદો છે એમ
સમજીને તેને ઓળખવાનો પ્રયત્ન કરવો.