: ૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
સુખના પંથે ચડેલા ધર્માત્મા
(આસો વદ ચોથના પ્રવચનમાંથી)
સુખના પંથે ચડેલા ધર્માત્મા કેવા હોય? તે બતાવે છે. ચૈતન્યની અનૂભુતિવડે સુખનો
સ્વાદ જેણે ચાખ્યો, ચૈતન્યરસના જે રસિયા થયા, એવા શાંત–ધર્માત્મા પોતાના જ્ઞાનભાવમાં
ઉલ્લસે છે, પોતાના અંતરમાં આનંદના દરિયા ઉલ્લસતા અનુભવે છે.
આત્મા આત્માના ભાવમાં ઉલ્લસે છે, –પરિણમે છે, ને પુદ્ગલ પુદ્ગલના ભાવમાં
ઉલ્લસે છે. બંને તદ્ન જુદાં છે. અશુદ્ધ પરિણામમાં પણ ધર્મીનો ઉલ્લાસ નથી. તે અશુદ્ધભાવ
પોતાના સ્વભાવપણે જ્ઞાનીને અનુભવાતા નથી.
જે અશુદ્ધભાવને જ વેદે છે, તેને જ પોતાનું કાર્ય માને છે, તે તો દુઃખના ડુંગરે
અનુભૂતિથી પોતાના આનંદના ડુંગરે ચડયા છે, સુખની ગૂફામાં બેઠા છે. અહો! ધર્માત્મા
સુખના પંથે ચડયા...સિદ્ધપદના સાધક થયા.
ચૈતન્યલક્ષણ આત્મામાં છે; પુણ્ય–પાપ માં ચૈતન્યલક્ષણ નથી. ચૈતન્યલક્ષણ દ્વારા આત્માને
પકડીને અનુભવ્યો ત્યાં પરભાવોથી ભિન્નતા થઈ, સમ્યગ્દર્શન થયું, મોક્ષમાર્ગના દ્વાર ખુલ્યા.
જ્ઞાનના ઉલ્લાસથી સમ્યગ્દ્રષ્ટિએ આત્માને અનુભવ્યો છે. જ્ઞાનલક્ષણના પંથે
દોરાયેલા તે ધર્માત્મા પરભાવોથી જુદા પડીને, ઊંડા સુખના પાટે ચડયા, તેની રેલ
(પરિણતિનો પ્રવાહ) સુખના દરિયા તરફ ચાલે છે.
ધર્મી જાણે છે કે હું ‘સ્વયં’ એટલે, કે પરની અપેક્ષા વિના રાગની અપેક્ષા વિના,
મારા આત્માને સ્વાનુભવ–પ્રત્યક્ષ કરુ છું. સ્વાનુભવ પ્રત્યક્ષ થતાં અંદર ભાન થયું કે
અહો, મારા આત્માનો ઉલ્લાસ રાગથી જુદો છે. સીતાજી વગેરે ધર્માત્માઓએ પોતાના
આત્માને આવો અનુભવ્યો છે. ધર્મના દોર અલૌકિક છે.
મારું સુખ મારા અસ્તિત્વમાં છે. જેમાં મારું અસ્તિત્વ નથી તેમાં મારું સુખ કેમ
હોય? ધર્મીએ પોતાના અસ્તિત્વમાં પોતાનું સુખ જોયું છે. જ્ઞાન થતાં અનાદિનો વિભાવ
મટી ગયો ને અપૂર્વ સ્વભાવ પ્રકાશમાન થયો. અને ભાન થયું કે મારા હોવાપણામાં તો
આનંદ ને જ્ઞાન જ છે, અનંતજ્ઞાનથી ને આનંદથી જ હું ભરેલો છું. આવા સ્વમાં ઉલ્લસિત
પરિણામે પરિણમેલા ધર્માત્મા સુખના પંથે ચડયા છે...હવે તેમને સુખ જ આવશે.
શુદ્ધ ચિદાનંદ સ્વરૂપના અનુભવદ્વારા ચોથા ગુણસ્થાનથી જ આત્મામાં રાગ
વગરનું જ્ઞાન અનુભવાય છે. જ્ઞાન અને રાગ વચ્ચે એકતા નથી પણ ભિન્નતા છે, તેથી
ભેદજ્ઞાનવડે તેમને ભિન્નપણે અનુભવવા તે સુગમ છે, અત્યારે થઈ શકે છે. ને એવો
અનુભવ કરતાં જ આત્મા પરમસુખના પંથે પ્રયાણ કરે છે.
સુખના પંથે ચડેલા ધર્માત્માને નમસ્કાર હો