Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 45

background image
૨૦ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
મહાવીર પરમાત્મા આજે મોક્ષપદ પામ્યા, સાદિઅનંત એવું સિદ્ધસુખ ભગવાન આજે
પામ્યા. એવી સિદ્ધદશાની ઓળખાણ ક્યારે થાય? કે રાગથી અધિક થઈને જ્ઞાનઉપયોગ વડે
આત્મવસ્તુને અનુભવમાં લીધી ત્યારે સિદ્ધદશાની સાચી ઓળખાણ થઈ.
ભગવાને પોતાના આત્મામાં પૂર્ણ આનંદદશારૂપ મોક્ષદશા પ્રગટ કરી. તેમને ઓળખીને
પોતે સ્વસન્મુખ ઉપયોગ વાળવો તે ભગવાનનો સન્દેશ છે. એવું કર્યું તેણે પોતાના આત્મામાં
સમ્યગ્દર્શનાદિ દીવડા પ્રગટાવ્યા ને સાચી દીવાળી ઊજવી.
વિશ્વની દરેક વસ્તુ પોતપોતાના સ્વરૂપની મર્યાદામાં છે, કોઈ વસ્તુ બીજી વસ્તુની
સીમામાં (તેના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં) પ્રવેશતી નથી. આવું વસ્તુસ્વરૂપ વીરભગવાને પ્રકાશિત
કર્યું છે. આવું સ્વાધીન સ્વરૂપ ઓળખીને, પોતાના ઉપયોગને આત્મસન્મુખ કરતાં જ્ઞાનજ્યોત
પ્રગટે છે, મોક્ષમાર્ગ પ્રગટે છે. આવા માર્ગે ભગવાન આજે મોક્ષ પધાર્યા.
શુદ્ધ જ્ઞાનમય આ આત્મા આનંદસ્વભાવી છે. દુઃખના કારણરૂપ એવા રાગાદિ વિકલ્પને
કરવાનો કે ભોગવવાનો તેનો સ્વભાવ નથી; તેથી તે રાગાદિનું કર્તૃત્વ–ભોક્તૃત્વ છોડીને
ભગવાન મહાવીર પરમાત્મા આજે સંપૂર્ણ શુદ્ધ એવી આત્મદશાને પામ્યા. તેનો આજે દિવસ છે.
ભગવાનને સિદ્ધદશા આજે પ્રગટી તે આનંદમય છે, તેથી આજે આનંદનો દિવસ છે; તેની
ભાવનાનો દિવસ છે. આત્માના આવા અતીન્દ્રિય આનંદનું સ્વરૂપ લક્ષમાં લ્યે તો બીજે ક્્યાંય
સુખબુદ્ધિ રહે નહિ; એટલે પરભાવોથી પાછો વળીને તે આત્મા મોક્ષના માર્ગે ચાલ્યો. –તેણે
મોક્ષનો ઉત્સવ પોતામાં કર્યો.
અજ્ઞાનમાં આત્માએ શું કર્યું? રાગાદિ વિકલ્પોને કર્યા ને ભોગવ્યા; બાકી બહારમાં તો
કાંઈ કર્યું નથી. હવે અહીં તો વિકારમાં જેને ત્રાસ લાગ્યો છે, ભવના દુઃખનો જેને થાક લાગ્યો
છે, ને મોક્ષના માર્ગે આવવા માંગે છે, –તે એમ જાણે છે કે જ્ઞાનપિંડ મારો આત્મા રાગાદિનો
કર્તા–ભોક્તા નથી, આનંદનો જ કર્તા–ભોક્તા છે. અરે, મારા જ્ઞાનમાં આ દુઃખ શા? –આ
પરભાવના વેદન કેવા? જ્ઞાનમાં તો શાંતિ અને આનંદ હોય, –આમ વિવેક કરીને ધર્મી જીવ
પોતાના જ્ઞાનને રાગ અને હર્ષાદિથી જુદું અનુભવે છે. એ અનુભવમાં આનંદની સાચી મીઠાશ
છે; બાકી લાડુ વગેરે તો અચેતન છે, તેમાં આનંદ કેવો? તેમાં ક્યાંય ચેતનના કિરણો નથી,
ચેતનપ્રકાશ તેમાં નથી, જ્ઞાનકિરણોથી ઝગમગતો આત્મા પ્રકાશે છે, તેનો અનુભવ કર તો તારા
આત્મામાં સાદિ–અનંત સુખનું વર્ષ બેસે. જ્ઞાનદીવડા વગર સાચી દીવાળી કેવી! જ્ઞાનદીવડા જેના
આત્મામાં પ્રગટ્યા તે આત્મા શોભી ઊઠ્યો, તેણે ખરી દીવાળી પ્રગટ કરી.