કહીને જેમણે શુદ્ધઆત્મા દેખાડયો,
આત્માનો અદ્ભુત વૈભવ જેમણે દેખાડયો,
એવા મંગલરૂપ મુનિરાજ પ્રભુ
કુંદકુંદસ્વામીના ‘આચાર્યપદારોહણ’ નો
દિવસ આ માગશર વદ આઠમે આવી રહ્યો
છે. આપણા ગુરુદેવ વગેરે ઉપર, તેમજ
ભરતક્ષેત્રના ભવ્ય જીવો ઉપર તેઓશ્રીનો
જે ઉપકાર છે તેને યાદ કરીને અતિશય
ભક્તિપૂર્વક આપણે સૌ તેમને ભાવભીની
અંજલિ અર્પીએ... અને તેઓશ્રીએ
દર્શાવેલા શુદ્ધાત્મસ્વરૂપને સાધીએ...
એના ધ્યાનની ધૂન લગાડી.... અને જે રીતે
આત્મલાભ પ્રાપ્ત થાય એવી ઉત્તમ પ્રેરણા
આપે બેસતાવર્ષની બોણીમાં
આપી....આપની આ બોણી અમને મહાન
લાભની દાતાર છે. અમને તો એમ થાય છે
કે, જેમ ઋષભદેવના આત્માને
ભોગભૂમિમાં સમ્યક્ત્વની પ્રાપ્તિનો કાળ
હતો ને મુનિવરોએ ત્યાં આવીને તેમને
સમ્યક્ત્વ આપ્યું, તેમ હે ગુરુદેવ! આ વર્ષ
તે અમારું આત્મલાભનું વર્ષ છે ને આપ
અમને આત્મલાભ આપી રહ્યા છો.
સુપ્રભાતમાં આનંદકારી બોણી આપીને
આત્મલાભદાતાર એવા હે ગુરુદેવ!
આપને પરમ ભક્તિથી વંદન... અભિવંદન.