Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 45

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૫
નિજશુદ્ધતા) આત્મા પરભાવોથી છૂટીને પૂર્ણાનંદ સિદ્ધદશા પામે–તેનું નામ મોક્ષ. તે
મોક્ષ આત્માની શુદ્ધપર્યાયમાં છે, અને બહારના ક્ષેત્રની અપેક્ષાએ અઢી દ્વીપમાં મોક્ષ
થાય છે. તેની પ્રાપ્તિ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના વડે થાય છે.
પ્ર:– જીવ મૂર્તિક છે કે અમૂર્તિક? તે કેવડો મોટો છે?
ઉ:– જીવ અમૂર્તિક છે; તે સિદ્ધભગવાન જેવડો મોટો છે. ને અસંખ્યાતપ્રદેશી છે.
સંસારદશા વખતે તેનો આકાર સ્વદેહપ્રમાણ હોય છે, ને મુક્તદશામાં અંતિમદેહથી જરાક
ઓછો આકાર હોય છે.
પ્ર:– જ્ઞાનીને ઊંઘમાં પણ આત્માનું જ્ઞાન હોય?
ઉ:– અહો, એની શી વાત! જ્ઞાન અને રાગના જુદા વેદનથી જે ભેદજ્ઞાન થયું તે
ઊંઘ વખતેય જ્ઞાનીને વર્તે જ છે. ઊંઘમાંય તેને રાગ સાથે એકતાબુદ્ધિનું વેદન થતું નથી,
ચૈતન્યભાવને રાગથી ભિન્નપણે જ તે વેદે છે.
સૌરાષ્ટ્રમાં પૂ. ગુરુદેવનો મંગલ વિહાર
સૌરાષ્ટ્રના અનેક ગામોના મુમુક્ષુ મંડળો અને શ્રી સંઘો પૂ. ગુરુદેવને
પધારવાની વિનંતિ કરવા આ માસમાં આવ્યા હતા. તે અનુસાર સોનગઢમાં
ફાગણ સુદ બીજના ઉત્સવ બાદ ગુરુદેવનો વિહાર શરૂ થશે–જે અંદાજ અઢી
માસ જેટલો હશે; તેમાં–લાઠી, રાજકોટ, વડાલ, પોરબંદર, જેતપુર, ગોંડલ,
વડીઆ, મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, વીંછીયા ને
ઉમરાળા–એ ગામોનો કાર્યક્રમ વિચારાઈ રહ્યો છે. સંપૂર્ણ કાર્યક્રમ નિશ્ચિત
થયે હવે પછી પ્રગટ થશે. (તા. ર૯–૧૧–૬૭)
બેસતા વર્ષે ગુરુદેવના દર્શન કરવા આવેલા
સોનગઢના દરબાર કહે છે કે–અમારે તો અહીં કલ્પવૃક્ષ ઊગ્યું
છે...દુનિયા આખી દુઃખી છે, પણ અહીં આપની પાસે આવ્યા
તે બધા સુખી છે.