Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 45

background image
૩૪ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
પ્ર:– પ્રાગભાવ, પ્રધ્વંસઅભાવ, અન્યોન્યઅભાવ અને અત્યંતઅભાવ એ ચાર
અભાવ ન માનવામાં આવે તો શો દોષ આવે?
ઉ:– દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ વસ્તુસ્વરૂપની ઓળખાણમાં એ ચારે અભાવનો સ્વીકાર
આવી જાય છે. બાકી તો આ ન્યાયશાસ્ત્રનો વિષય હોવાથી બહુ વિસ્તાર કરવો પડે. ટૂંકમાં
એટલું કે–જો પ્રાક્–અભાવ ન માનીએ તો જીવની પર્યાય અનાદિના મિથ્યાત્વાદિ ભાવમાં
જ વર્ત્યા કરે. નવું કાર્ય થાય જ નહિ. અને જો પ્રધ્વંસઅભાવ ન માનીએ તો ભવિષ્યના
કેવળજ્ઞાનાદિ અત્યારે જ હોય. અત્યંત અભાવ ન માનીએ તો બધી વસ્તુઓ એકબીજામાં
ભળી જાય, કોઈ વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહે; અને પુદ્ગલમાં અન્યોન્યઅભાવ ન
માનીએ તો સોનું કે પથ્થર, સાકર કે ઝેર વગેરે પર્યાયોમાં કોઈ ભેદ જ ન પડી શકે.
પ્ર:– કાળદ્રવ્ય ક્યાં નથી?
ઉ:– આત્મામાં અને અલોકમાં.
પ્ર:– આંધળા અને બહેરા મનુષ્યને કેટલા પ્રાણ હોય?
ઉ:– બધાય. (આ પ્રશ્નના જવાબમાં અગાઉ એકવાર ભૂલથી એમ લખાઈ ગયેલું કે
પરસેવો વગેરેમાં અસંજ્ઞી મનુષ્ય પણ અસંખ્યાત ઉત્પન્ન થાય છે તેમને મનપ્રાણ હોતા
નથી, –એ વાત બરાબર નથી. પરસેવો વગેરેમાં સંમૂર્છન મનુષ્યજીવો ઉત્પન્ન થાય છે એ
ખરૂં પણ તે બધા સંજ્ઞી જ હોય છે. અસંજ્ઞી જીવો ફકત તિર્યંચગતિમાં જ છે, બીજી કોઈ
ગતિમાં નથી.
પ્ર:– દેવગતિના દેવો કેમ દુઃખી છે?
ઉ:– ભાઈશ્રી, દેવગતિમાંય અસંખ્યાતા સમ્યગ્દ્રષ્ટિજીવો પરમ સુખી છે તેમને ભૂલી
ન જશો. તેમને કાંઈ દેવગતિનું સુખ નથી પણ આત્માના સમ્યક્ત્વાદિનું સુખ છે. એટલે
દેવગતિમાં જેઓ દુઃખી છે તેઓને પણ પોતાના મિથ્યાત્વાદિ પરિણામનું જ દુઃખ છે.
(છહઢાળા વગેરેમાં દેવીનો વિયોગ ઈત્યાદિ પ્રકારના દુઃખોનું જે વર્ણન છે તે નિમિત્તથી
છે.) દરેક જીવને પોતાના રાગ–દ્વેષ–મોહનું જ દુઃખ છે; પછી તે નરકમાં હો કે સ્વર્ગમાં.
પ્ર:– મોક્ષ શું છે? ક્્યાં છે? કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
ઉ:– મોક્ષ એટલે છૂટકારો; આત્માની અવસ્થામાં જે કર્મબંધ અને અશુદ્ધતા છે
તેનાથી છૂટકારો થઈને પૂર્ણ શુદ્ધદશાની પ્રાપ્તિ થાય તેનું નામ મોક્ષ; (મોક્ષ કહ્યો