Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 45

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૩
બધા સમ્યગ્દ્રષ્ટિને હોય જ એવો કાંઈ નિયમ નથી. જાતિસ્મરણજ્ઞાનમાં માત્ર પૂર્વના એક જ
ભવનું નહિ પણ અનેક ભવોનુંય જ્ઞાન કોઈને હોઈ શકે છે. જાતિસ્મરણ સંબંધમાં એક એવી
મર્યાદા છે કે વચ્ચે જ્યાં અસંજ્ઞીપણાનો ભવ આવી જાય તો ત્યાંથી આગળનું સ્મરણ થઈ શકે
નહિ; કેમકે વચ્ચે અસંજ્ઞીપણું આવી જતાં પૂર્વની ધારણા ચાલુ રહી શકે નહીં. ધર્મસંબંધી
જાતિસ્મરણજ્ઞાન તે વિશેષ વૈરાગ્યનું કારણ થાય છે. ઘણા તીર્થંકરો જાતિસ્મરણજ્ઞાન થતાં જ
સંસારથી વિરક્ત થયા છે. બધાય તીર્થંકરોને અવધિજ્ઞાન તો જન્મથી હોય જ, કેટલાક
આરાધક જીવો પણ એક ભવમાંથી બીજા ભવમાં અવધિજ્ઞાન સાથે લઈને જાય. પણ
જાતિસ્મરણજ્ઞાન કોઈને જન્મથી ન હોય. એ તો નવું થાય છે. જાતિસ્મરણજ્ઞાનવાળાને
પોતાના પૂર્વભવનો ખ્યાલ આવે છે, પરંતુ બીજા જીવોના પૂર્વભવોનો પણ તેને ખ્યાલ આવી
જ જાય એવો કોઈ નિયમ નથી. –આવે પણ ખરો.
સંવરતત્ત્વની પૂર્ણતા ક્યારે? ચૌદમા ગુણસ્થાનના પહેલા સમયે.
નિર્જરાતત્ત્વની પૂર્ણતા ક્યારે? ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમયે.
પોલીસ સરવીસમાં ઉચ્ચ હોદે ધરાવનાર ભાઈશ્રી છબીલદાસભાઈ લખે છે– “આપે
મોકલાવેલ ‘દર્શન કથા’ પુસ્તક વાંચ્યું; પુસ્તક ઘણું જ સુંદર છે, તથા ધાર્મિકસંસ્કારો માટે ઘણું
જ આદર્શરૂપ લાગેલ છે...પૂ. ગુરુદેવ પાસે છેવટનું જીવન પસાર કરવાની હૃદયની ભાવના
છે...આ અશરણ સંસારમાં આપણે બધા સાથે સિદ્ધપદને આરાધીએ–એ જ ભાવના છે.”
(બાલવિભાગના સ્વર્ગસ્થ સભ્ય બેન ઈન્દિરાના આ પિતાજી છે.)
પ્ર:– નિશ્ચયનય અને વ્યવહારનયમાં શું તફાવત છે?
ઉ:– નિશ્ચયનય સ્વાશ્રિત છે, ને વ્યવહારનય પરાશ્રિત છે; અથવા વધારે સૂક્ષ્મતાથી
કહીએ તો, નિશ્ચયનય આત્માના શુદ્ધ ભૂતાર્થ સ્વભાવને દેખે છે, ને વ્યવહારનય અશુદ્ધ–
અભૂતાર્થ ભાવોને દેખે છે; તેથી નિશ્ચયનયનો આશ્રય કરવા જેવો છે ને વ્યવહારનયનો
આશ્રય છોડવા જેવો છે. આ સંબંધમાં કુંદકુંદાચાર્યદેવે સમયસારમાં કહેલ સિદ્ધાંત સુપ્રસિદ્ધ
છે કે–
“નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની”
તેમજ–
વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે,
ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. (૧૧)
ઉપરની ગાથામાં આચાર્યદેવે બંને નયોનું સ્વરૂપ સમજાવીને ધર્મ સાધવાનો મહા
સિદ્ધાંત રજુ કર્યો છે.