૩૨ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
પ્ર:– સુખ એટલે શું? દુઃખ એટલે શું? (જગદીશ જૈન ફતેપુર)
ઉ:– આત્માના અનાકુળ–શાંતસ્વભાવનું વેદન તે સુખ; ને રાગાદિ આકુળતાનું
વેદન તે દુઃખ.
પ્ર:– જીવ મતિ–શ્રુતજ્ઞાનનો વ્યય કરીને કેવળજ્ઞાનનો ઉત્પાદ કરે છે. તો વચ્ચે
મુનિદશામાં તેને અવધિજ્ઞાન ને મનઃપર્યયજ્ઞાન થતા હશે કે નહીં? (પરેશ જૈન No. 320)
ઉ:– કોઈને થાય, ને કોઈને ન પણ થાય.
પ્ર:– આપણા બાલવિભાગમાં ૪૨૦ નંબરના સભ્ય કોણ છે?
ઉ:– કોઈ જ નહીં; ૪૨૦ નંબર કોઈના નથી; ૪૧૯ નંબર પછી સીધા ૪૨૧ આવે
છે; કેમકે આપણા બાલવિભાગમાં ૪૨૦ કોઈ નથી.
પ્ર:– “ [ओम्] નો અર્થ પંચપરમેષ્ઠી થાય છે, તે સાચું છે? (હસમુખ જૈન No.
665 જામનગર)
અરિહંતનો
અશરીરી સિદ્ધનો
આચાર્યનો
ઉપાધ્યાયનો
મુનિરાજનો
આ પ્રમાણે પંચપરમેષ્ઠીના આ પાંચ પ્રથમ
અક્ષરોની સંધિ કરતાં ‘ओम्’ “ થાય છે; તેથી
“ માં પંચપરમેષ્ઠી આવી જાય છે – એમ
કહેવામાં આવે છે. તીર્થંકર પ્રભુની દિવ્યવાણીને
પણ “ કહેવામાં આવે છે
આપણે જિનમંદિરમાં ભગવાનના દર્શન–પૂજનાદિ કરતા હોઈએ
ત્યારે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે પાછળના સાધર્મીઓને
પ્રભુદર્શન કરવામાં અંતરાય નથી થતો ને? બરાબર સન્મુખ ન ઉભા રહેતાં
એક બાજુમાં એવી રીતે રહેવું જોઈએ કે પાછળના સૌને પણ ખુશીથી ભગવાનનાં દર્શન
થાય. જિનમંદિરમાં વાતચીત એવી રીતે ન કરવી જોઈએ કે બીજાને પૂજનાદિમાં વિઘ્ન થાય.
શાસ્ત્રપ્રવચન વખતે પણ વિનય ને ગંભીરતા જાળવવી જોઈએ.
પ્ર:– અવધિજ્ઞાન અને જાતિસ્મરણજ્ઞાનમાં શું ફેર? જાતિસ્મરણજ્ઞાન સમ્યગ્જ્ઞાનીને
જ હોય કે મિથ્યાદ્રષ્ટિને પણ હોય? (No. 117 દિલ્હી)
ઉ:– જાતિસ્મરણજ્ઞાન તે મતિજ્ઞાનનો એક પ્રકાર છે. જાતિસ્મરણજ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને
તેમજ મિથ્યાદ્રષ્ટિને પણ હોઈ શકે છે. જાતિસ્મરણજ્ઞાન એટલે પૂર્વભવનું જ્ઞાન, તે