Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 45

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૧
ત્ત્ર્
(સર્વે જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ)
પ્રશ્ન:– અલોકાકાશમાં અંધારું છે કે અજવાળું? (No. 465)
ઉત્તર:– બેમાંથી એક્કેય ન હોય. અલોકાકાશ એ અરૂપી વસ્તુ છે; અંધકાર કે
પ્રકાશ એ બંને તો રૂપી પુદ્ગલની પર્યાયો છે, એટલે અરૂપી આકાશમાં તે ક્યાંથી હોય?
અલોકાકાશમાં પુદ્ગલનો જ અભાવ છે, તો પુદ્ગલજન્ય અંધકાર કે પ્રકાશ ત્યાં કેમ હોય?
–એ જ રીતે અરૂપી આત્મામાં પણ અંધારું કે અજવાળું નથી. હા, જ્ઞાનપ્રકાશની અપેક્ષાએ
આત્મામાં પ્રકાશ કહેવો હોય તો કહેવાય.
પ્ર:– અરિહંત ભગવાનને શરીર શા માટે છે? (No. 180 ચેતનાબેન)
ઉ:– કેમકે તેઓ હજી ‘સિદ્ધ–થયા નથી.
પ્ર:– હું મારાથી થાય એટલો પુરુષાર્થ કરું છું છતાં જ્ઞાન કેમ નથી થતું?
(No. 979)
ઉ:– જ્ઞાન માટે જ્ઞાનની જાતનો પુરુષાર્થ કરીએ તો જ્ઞાન જરૂર થાય. રાગના
પુરુષાર્થ વડે જ્ઞાન ન થાય.
પ્ર:– ચક્રવર્તી છ ખંડનો દિગ્વિજય કરે છે તે છ ખંડ કયા? (No. 172)
ઉ:– આ માટે મોક્ષશાસ્ત્રમાં જંબુદ્વીપના નકશામાં ભરતક્ષેત્ર છે–તે જોશો તો ખ્યાલ
આવશે. આ ભરતક્ષેત્રની વચ્ચે વિજયાર્દ્ધ પર્વત છે (જે પૂર્વથી પશ્ચિમ દિશામાં છે, ને વચ્ચે
લાઈન કરી હોય તેમ ભરતક્ષેત્રના બે ભાગ કરે છે; તથા ગંગા અને સિંધુ નામની બે મોટી
નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે, તે બે નદીને કારણે ઉપરોક્ત બંને ભાગોમાંથી દરેકના
ત્રણ ત્રણ ખંડ થઈ જાય છે–આ રીતે ભરતક્ષેત્રના છ ખંડ થાય છે. આ સમજવા માટે તમે
એક કાગળમાં તમારા હાથે અર્ધગોળ કરો. પછી તેમા પૂર્વ પશ્ચિમ છેડે એક સળંગ લીટી
દોરો તથા બીજી બે લાઈન ઉત્તર ને દક્ષિણ છેડા વચ્ચે કરો–એટલે છ ભાગ સમજાઈ જશે.
બાકી તો મહાપુરાણ વગેરેમાં તેનું વર્ણન વિસ્તારથી આવે છે, તે વાંચશો.